અજબગજબ

દાદીનો જીવ બચાવવા માટે સાંઢ સાથે બાથ ભીડી ગયા છોકરો, તો શૂટર દાદીનું આવ્યું આવું રિએક્શન

નબળા હૃદયના લોકો આ વિડીયો ભૂલથી પણ ન જોતા

હરિયાણાની શૂટર દાદીના નામથી ફેમસ ચંદ્રો તોમર સોશ્યિલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે ટ્વીટર પર કાયમ સામાજિક મુદ્દે પણ પોતાના વિચારો રજુ કરે છે હાલમાં જ તમને પોતાના ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક છોકરો દાદીને સાંઢથી બચાવવા માટે કોશિશ કરતો જોવા મળે છે, ઇન્ટરનેટ પર છોકરાની આ બહાદુરીનો આ વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે.

Image Source

આ વીડિયોમાં તમે જોઈ શકે છો કે એક મહિલા ગલીમાંથી નીકળી રહી છે, અને અચાનક સાંઢ તેના પર હુમલો કરે છે. સાંઢ પોતાના શીંગડા વડે મહિલાને ટક્કર મારે છે જેથી તે મહિલા પડી જાય છે પોતાની દાદીને સાંઢથી બચાવવા માટે છોકરો સાંઢ સાથે ભીડી જાય છે અને તે પોતાને દાદીને બચાવે છે. આ વિડિઓ શેર કરતા ચંદ્રો તોમરે લખ્યું છે, “પોતાની દાદીને પ્રત્ય જે પ્રેમ અને પોતાની જીવની પરવાહ ન કરતા છોકરાએ જે બહાદુરીથી સાંઢનો સામનો કરવાવાળા આ છોકરાને સમ્માન મળવું જોઈએ.”

આ વિડિઓ શેર કરતા ચંદ્રો તોમર એ આગળ જણાવતા કહ્યું કે, ‘આ વીડિયો હરિયાણાના મહેન્દ્રગઢ નો છે. દાદી દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયોને લોકો ખુબ જ શેર કરી રહ્યા છે અને છોકરાની બહાદુરીના વખાણ ચારે બાજુ ગુંજવા લાગ્યા છે.

Image Source

જણાવી દઈએ કે ચંદ્રો તોમર દુનિયાના સૌથી વૃદ્ધ શૂટર છે. તેમને લઈને બોલિવૂડની એક ફિલ્મ પણ બની છે ‘સાંઢ કી આંખ’ આ ફિલ્મ બોક્સ ઓફિસમાં સુપર હિટ રહી હતી.