GujjuRocks

BIG NEWS: આ ગુજરાતી સાંસદનું શંકાસ્પદ હાલતમાં મોત, હોટલમાંથી મળ્યો મૃતદેહ, આપઘાતની આશંકા, મળી સૂસાઇડ નોટ

દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટેલમાંથી મૃતદેહ મળ્યો છે. હોટેલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી છે. જેને પગલે તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે.

Image source

ગુજરાત પાસે આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મોહન ડેલકર લોકસભાના અપક્ષ સાંસદ છે. તેમણે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતે આવેલી સી ગ્રીન હોટલના રૂમમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, હજુ આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી.

Image source

પોલીસને હોટલમાંથી ગુજરાતીમાં લખેલી એક સુસાઇડ નોટ મળી છે. આ સુસાઇડ નોટની વિગત જાણવા મળી નથી. મરીન ડ્રાઇવ સ્થિત હોટલમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ મુંબઈ પોલીસ પણ તપાસ માટે ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ કેસ આપઘાતનો હોવાનું લાગી રહ્યું છે. જો કે, પોલીસે હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી.

58 વર્ષિય મોહન ડેલકર દાદરા અને નગર હવેલી લોકસભા વિસ્તારમાંથી અપક્ષ સાંસદ હતા. વર્ષ 1989માં ડેલકર પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જે બાદમાં તેઓ સાત વખત સાંસદ બન્યા હતા.

Image source

મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટી તરફથી પણ સાંસદ ચૂંટાયા હતા. વર્ષ 2009માં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયા હતા. જો કે, 2019ની લોકસભાની ચૂંટણી તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે લડી હતી અને વિજેતા થયા હતા.

Exit mobile version