જાણવા જેવું હેલ્થ

દાડમના વિશેના આ એવા ચમત્કારિક ફાયદાઓ લોકોને આજ સુધી ખબર નથી… જાણશો તો આજથી શરૂ કરી દેશો ખાવાનું

શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે લગભગ દરેક ફળોનો રસ લાભકારી છે જ પણ દાડમનો રસ ખાસ કરીને વજન ઘટાડવા માટે મદદરૂપ છે. એવામાં તમારે દાડમને તમારા રોજના આહારમાં શામિલ કરવું જોઈએ. દાડમ ખાવાથી પેટની આસપાસ ચરબી ઓછી થઇ જાય છે. દાડમના જ્યુસના ઘણા ફાયદાઓ છે. દાડમમાં વિટામિન એ, સી, ઈ, ફોલિક એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. આજે અમે દાડમના ફાયદા વિશે જણાવીશું.

Image Source

દાડમમાં રહેલા વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી દાડમના નિયમિત સેવનથી તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓથી બચી શકાય છે.

આદમના નિયમિત સેવનથી શરીરના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે, જેથી નિયમિત દાડમ ખાવાથી કેન્સરની સંભાવના ઓછી થઇ જાય છે. દાડમના એન્ટીઓક્સીડેન્ટ્સ તત્વો શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢે છે, જેથી ફેફસાનું કેસર, પ્રોસ્ટેટ કેન્સર અને સ્તનનું કેન્સર જેવી જીવલેણ બીમારી થવાની સંભાવના ઘટી જાય છે.

Image Source

રોજ દાડમનું જ્યુસ પીવાથી શરીરમાં લોહીનું સંચાલન સારી રીતે થાય છે. દાડમના સેવનથી હાર્ટ અટેક અને લકવાનો ખતરો પણ ઓછો થઇ જાય છે. દાડમના ફોલિક એસિડ લોહીમાં આયરનની ખામીને દૂર કરે છે, એનિમિયા જેવી બીમારીઓથી છુટકારો અપાવે છે. ગર્ભવતી મહિલાઓ માટે દાડમનું જ્યુસ ખુબ જ લાભકારી છે તેનાથી બાળક હેલ્દી અને સ્વસ્થ રહે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે દાડમનું સેવન લાભદાયી માનવામાં આવે છે. લોકો એવું માને છે કે દાડમમાં શુગર હોય છે, પરંતુ દાડમનું સેવન કરવાથી શુગર લેવલ વધતું નથી, પરંતુ નિયંત્રણમાં રહે છે.

Image Source

દાડમ ત્વચાની રક્ષા કરે છે. એટલે ગરમીના કારણે કાળી પડી ગયેલી ત્વચા માટે પણ દાડમના દાણા ખૂબ જ લાભદાયી બની રહે છે. દાડમના દાણાને દહીંમાં નાખીને ક્રશ કરીને ત્વચા પર લગાવવાથી કાળી પડી ગયેલી ત્વચાની સમસ્યાથી છુટકારો મળે છે.

દાડમના સેવનથી ત્વચામાં નિખાર આવે છે અને સ્વસ્થ ત્વચા માટે તમે દાડમનું જ્યુસનું સેવન કરી શકો છો. દાડમ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે અને ત્વચાને ચમક આપે છે. દાડમની છાલને સૂકવીને પાવડર બનાવીને સ્ક્રબની જેમ ત્વચા પર લગાવવાથી ડેડ સ્કિન દૂર થાય છે અને ત્વચાને ચમકાવે છે.

Image Source

આ સિવાય ગરમીઓમાં યોગ્ય ખાન-પાન માટે દાડમને પણ પોતાના આહારમાં શામિલ કરી લેવું જોઈએ, તેનાથી પાચન સંબંધી સમસસ્યાઓ દૂર થઇ જાય છે. દાડમ ખાવાથી દાંત સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. દાડમથી મોટી ઉંમરના લોકોમાં થતી એલ્ઝાઈમર નામની બીમારીથી પણ છુટકારો મેળવી શકાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks