સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં કરેલા એક ટ્વીટને લઈને બોલિવૂડ જગત સહિત દેશભરના ફિલ્મ ચાહકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. પ્રકાશ જાવડેકર દ્વારા ભારતીય ફિલ્મ જગતના સર્વશ્રેષ્ઠ પુરરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડની ઘોષણા થઈ છે. બોલિવૂડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનને વર્ષ-૨૦૧૮નો દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવાનો છે!

તાજેતરમાં જ સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા ૬૬મો દાદાસાહેબ ફાળકે એવોર્ડ અમિતાભ બચ્ચનને મળવાની જાહેરાત થઈ. ફિલ્મજગતમાં પોતાનું જીવન અર્પી દેનાર કલાક્ષેત્રના દિગ્ગજ કલાકારોને આ એવોર્ડ આપવામાં આવે છે. અને માટે આ એવોર્ડ ભારતીય ફિલ્મજગતનો સૌથી શ્રેષ્ઠ એવોર્ડ છે. સ્વાભાવિક છે કે, ફાળકે એવોર્ડ મેળવવો એ કલાકારના જીવનની સૌથી મોટી અદ્ભુત ક્ષણ હોવાની!

અહીં આપણે જાણીશું ફાળકે એવોર્ડની કેટલીક ખાસ વાતો, જે બહુધા જાણીતી નથી. સાથે એ બાબત પર પણ પ્રકાશ નાખીશું કે ફાળકે એવોર્ડની સાથે કલાકારને કેટલી ધનરાશિ આપવામાં આવે છે?
કેટલી રકમ મળશે અમિતાભને? —
દાદાસાહેબ ફાળકેના નામ પરથી ફિલ્મજગતનો સર્વોચ્ચ એવોર્ડ આપવાની શરૂઆત ૧૯૬૯ના વર્ષથી થયેલી. દાદાસાહેબની ફાળકેની જન્મ શતાબ્દીનું આ વર્ષ હતું. ૧૯૧૩માં ‘રાજા હરિશ્વંચદ્ર’ નામની ફુલ-લેન્થ ફિચર ફિલ્મ બનાવીને દાદાસાહેબે ભારતીય સિનેમાનો પાયો નાખ્યો હતો. અત્યાર સુધીમાં કુલ ૬૫ લોકોને ફાળકે એવોર્ડ મળી ચૂક્યો છે, અમિતાભ બચ્ચન ૬૬મી વ્યક્તિ છે.

દાદાસાહેબ ફાળકે એવોર્ડ માટે જેના નામની જાહેરાત થાય તે વ્યક્તિને સોનાનાં કમળવાળો એક મેડલ અને ૧૦ લાખ રૂપિયાની રકમનો પુરસ્કાર આપવામાં આવે છે. એ નાતે અમિતાભ બચ્ચન પણ આટલી ધનરાશિ મેળવશે.
કોને મળે છે ફાળકે એવોર્ડ? —
ફિલ્મજગતનો આ એવોર્ડ એવો છે, જેને મેળવવા માટે કલાના ક્ષેત્રે ઉચ્ચ મૂલ્યોયુક્ત માપદંડની જરૂર પડે છે. જીવનભર ચિત્રપટના પડદે સાધના કરી હોય, એ સાધના પણ ઉત્તમ પ્રકારની હોય ત્યારે જે-તે વ્યક્તિને જીવનના અંત ભાગે આ એવોર્ડ આપવામાં આવે છે. આવા ઉચ્ચ મૂલ્યોને પરિણામે જ આ એવોર્ડનું મહત્ત્વ ખાસ્સું પ્રતિષ્ઠિત છે.

છેલ્લે વિનોદ ખન્નાને મળ્યો હતો ફાળકે એવોર્ડ —
વર્ષ ૨૦૧૭નો એવોર્ડ દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્નાને મરણોપરાંત આપવામાં આવેલો. એ પછી ૨૦૧૮નો એવોર્ડ હાલ અમિતાભ બચ્ચનને આપવાની ઘોષણા કરાઈ છે. ૧૯૬૯મા પ્રથમ એવોર્ડ મેળવનાર હિન્દી ફિલ્મ અભિનેત્રી દેવીકા રાણી હતાં.
Overjoyed and so, so proud! #ProudSon 🙏 https://t.co/bDj4kNaVhS
— Abhishek Bachchan (@juniorbachchan) September 24, 2019
ફિલ્મજગતના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનને ફાળકે એવોર્ડ મળવાની માહિતી આપતા પ્રકાશ જાવડેકરે ટ્વીટ કર્યું હતું કે, “મહાનાયક અમિતાભ બચ્ચન; જેમણે ૨ પેઢીઓને મનોરંજન અને પ્રેરણા પૂરી પાડી છે, તેમને દાદાસાહેબ ફાળકે પુરસ્કાર માટે સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા છે. આખો દેશ અને આંતરરાષ્ટ્રીય સમુદાય ખુશ છે. એમને મારા હાર્દિક અભિનંદન!”
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.