પ્રેરણાત્મક

ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરવા વાળા મજુર બાપ દીકરીનો વિડિઓ જોઈ લોકો થઇ રહ્યા છે ઈમોશનલ, તમે પણ જોઈને થઇ જશો ભાવુક

આજે સોશિયલ મીડિયા એટલું ઝડપથી ફેલાઈ રહ્યું છે કે રાતોરાત કોઈ સ્ટાર પણ બની જાય, છેક છેવાડાના ખૂણે બેઠેલો વ્યક્તિ પણ પોતાની ભાવનાને બીજા ખૂણે પહોંચાડી શકે છે. આજે મોટાભાગના લોકો તમને ઓનલાઇન જ જોવા મળશે. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ઘણા લોકોનો છૂપો ટેલેન્ટ પણ બહાર આવે છે તો ક્યારેક કોઈને યોગ્ય પ્લેટફોર્મ પણ આ માધ્યમ દ્વારા મળે છે તો કોઈને મદદ પણ આ માધ્યમ દ્વારા જ મળે છે.

Image Source: Twitter

હાલમાં જ એક બાપ દીકરીનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને ઘણા લોકો ભાવુક પણ થયા. ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરવા વાળો એક મજુર પોતાની નાની દીકરી સાથે કામ કરે છે તો ટિક્ટોક જેવા મધ્યમથી પોતાના કામ સાથે તે મનોરંજન પણ મેળવતો રહે છે. વાયરલ થઇ રહેલા વિડીઓમાં આ મજુર આમીરખાનની ફિલ્મ અકેલે હેમ અકેલે તુમનું એક ગીત રેકોર્ડ કરે છે “તું મેરા દિલ તું મેરી જાન” અને તેની નાની 3-4 વર્ષની દીકરી પણ જાણે અભિનય કલાની માહેર હોય તેમ સરસ મઝાના અંદાઝ સાથે લિપ રીડિંગ પણ કરી અને સાથ આપે છે.

આ વિડીઓમાં બાપ દીકરાને જોઈને સોશિયલ મીડિયામાં ઘણા લોકો તેમને વધાવી રહ્યા છે, ઘણા લોકો તેની પ્રસંશા કરી રહ્યા છે. આ બાપ દીકરાનો અભિનય અને તેમની ભાવના ઘણા લોકોને ભાવુક પણ કરી રહી છે. તમે પણ આ વિડિઓ જુઓ એટલે તમે પણ સમજી જશો કે કેટલા ભાવુક અંદાઝમાં આ બાપ દીકરો આ ગીત સાથે એકાકાર થઇ ગયા છે.