એક જાહેરાતના વીડિયોની અંદર લેસ્બિયન કપલ મનાવતુ જોવા મળ્યું કરવાચોથ, ડાબર દ્વારા માંગવામાં આવી માફી, જુઓ વીડિયો

ડાબરની જાહેરાતે કરવાચોથ ઉપર એવું બતાવી દીધું કે લોકોને આવી ગયો ગુસ્સો, કંપનીએ માંગવી પડી માફી, જુઓ વીડિયો અને જાણો સમગ્ર મામલો

ગઈકાલે દેશભરમાં કરવાચોથના તહેવારની ઉજવણી કરવામાં આવી.  જેમાં ઘણી પત્નીઓએ પોતાના પતિની લાંબી ઉંમર માટે વ્રત પણ કર્યું અને રાત્રે ચંદ્રની સાક્ષીએ પોતાના પતિનો ચહેરો જોઈને વ્રત ખોલ્યું.  ત્યારે આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેરાત ખુબ જ ચર્ચામાં આવી હતી, જેને લઈને લોકોનો ગુસ્સો પણ ફૂટી રહ્યો છે.

કરવાચોથના તહેવાર ઉપર ડાબર કંપની દ્વારા એક વીડિયો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં એક લેસ્બિયન કપલ કરવાચોથ મનાવતુ જોવા મળી રહ્યું છે. આ વીડિયોને જોઈને ઘણા લોકોને ગુસ્સો પણ આવી ગયો. 22 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવેલ આ કોમર્શિયલમાં બંને મહિલાઓ પહેલા કરવાચોથની તૈયારી કરતી જોવા મળે છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બંને મહિલાઓ પોતાના ચહેરા ઉપર બ્લીચ લગાવે છે. આ વિડીયોની અંદર તે તહેવારોના મહત્વ વિશે પણ વાત કરતી જોવા મળે છે અને એ પણ વાત કરે છે કે આજના દિવસે ઉપવાસ શા કારણે કરવામાં આવે છે. વીડિયોના અંતમાં માલુમ પડે છે કે બંને મહિલાઓ એકબીજા માટે ઉપવાસ રાખી હતી છે.  જેના બાદ એ પણ જોઈ શકાય છે કે તે ચારણીમાં પહેલા ચન્દ્રમાને જુએ છે અને પછી એક બંનેને જોઈને કરવાચોથનો ઉપવાસ તોડે છે.

આ જાહેરાતનો અંત ડાબર બ્રાન્ડની બ્યુટી પ્રોડક્ટ ફેમ સાથે થતો જોવા મળે છે. આ જાહેરાતને ઈન્દ્રધનુષના રંગો સાથે  “ગ્લો વિથ પ્રાઈડ”ના હેશટેગ સાથે દર્શાવવામાં આવી છે.. તમને જણાવી દઈએ કે ઈન્દ્રધનુષનો ઝંડો LGBTQIA+ સામાજિક આંદોલનનું પ્રતીક માનવામાં આવે છે.

આ જાહેરાતને ઓનલાઇન શેર કર્યા બાદ લોકોની મિશ્રિત પ્રતિક્રિયા મળી રહી છે. ઘણા લોકો આ બ્રાન્ડનું સમર્થન કરી રહ્યા છે તો ઘણા લોકો તેનો વિરોધ પણ કરતા જોવા મળ્યા છે. ઘણા લોકોએ આ જાહેરાતને હિન્દૂ સંસ્કારો સાથે ખિલવાડ પણ ગણાવ્યો છે. જેના બાદ ડાબર દ્વારા આ વીડિયોને લઈને ખેદ પાનમ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Niraj Patel