ડભોઇમાં ધોરણ-6માં ભણતા 13 વર્ષના બાળકનું Heart Attackથી થયું મોત
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
રાજ્યમાં છેલ્લા કેટલાંક સમયથી હાર્ટ એટેકથી થતા મોત લોકોમાં ચિંતા જગાવી રહ્યા છે, બાળકોમાં પણ હાર્ટ એટેકના કારણે મોત થવાના બનાવો વધી રહ્યા છે, ત્યારે વડોદરાના ડભોઈમાં એક 13 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત થતા ચકચારી મચી ગઇ છે. આ બાળક છેલ્લા બે દિવસથી ગરબા રમવા જતો હતો. જો કે, અચાનક તેની તબિયત બગડતા મોત નિપજ્યું હતું. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
ડભોઈમાં આવેલ આયુષ સોસાયટીમાં રહેતો 13 વર્ષિય વૈભવ સોની છેલ્લા બે દિવસથી ગરબા રમવા પણ જતો હતો. શુક્રવારે તે બપોરના સમયે સોસાયટીમાં સાઇકલ ચલાવતા પડી ગયો અને તેને પગલે તેને સામાન્ય ઇજા પહોંચી. જે પછી પરિવારજનો તેને ડભોઈની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં તબીબો દ્વારા એક્સ-રે સહિતના ટેસ્ટ કર્યા પરંતુ રિપોર્ટ નોર્મલ આવ્યા.
જો કે, તબોબીએ દુખાવો બંધ થવાની જરૂરી મેડિસીન આપીને તેને ડિસ્ચાર્જ કરી દીધો હતો. ત્યારે હોસ્પિટલથી વૈભવ પરિવાર સાથે ચાલતો ઘરે આવ્યો અને સમી સાંજે તેને છાતીમાં દુઃખાવો થતો હોવાની પરિવારને ફરિયાદ કરતા તેને દવા આપી પરિવારે સૂવડાવી દીધો. સાંજે 7.30 વાગ્યે જ્યારે વૈભવને ઉઠાડવા માટે ગયા ત્યારે વૈભવ ઉઠ્યો જ નહિ, અને પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
પરંતુ ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાયો અને તેનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની જણાવ્યું. વૈભવનું અણધાર્યું મોત થતા પરિવાર પણ ઘેરા શોકમાં ઘરકાવ થઈ ગયો છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં