ફિલ્મી દુનિયા

ડબ્બુ રતનાનીએ શેર કરી સુશાંત સિંહ રાજપૂતની તસ્વીર, સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. તેના મૃત્યુના સમાચારથી બધા હચમચી ગયા છે. સુશાંતના મૃત્યુ બાદથી તેની જૂની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Dabboo Ratnani (@dabbooratnani) on

હવે સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ ક્લિક કરેલા સુશાંતની કેટલીક જૂની તસવીરો શેર કરી છે. ડબ્બુએ સુશાંતની તસવીરો શેર કરી, જે ઘણી સ્પેશિયલ છે.

Image source

સુશાંતની આ તસ્વીર ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. સુશાંતના ચાહકો આ તસવીરો પર કમેન્ટ કરી રહ્યા છે કે તેની સાદગી અને ચાર્મ ભાગ્યે જ બીજા કોઈમાં હશે.

Image source

તો ઘણા ફેન્સ કહી રહ્યા છે કે, સુશાંતની જગ્યા કોઈ લઈ શકે નહીં.એક તરફ સુશાંતના ફેન્સને આ તસવીરો પસંદ કરી રહ્યાં છે, તો બીજી તરફ તેઓ ડબ્બુ રતનાની સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે.

Image source

સુશાંતના ચાહકો ડબ્બુને ટ્રોલ કરી રહ્યાં છે અને તેમને પૂછે છે કે આ તસવીરો ક્યાં હતી? તેઓ કહે છે કે સુશાંતના મોત પછી તેઓ આ તસવીરો શા માટે પોસ્ટ કરી રહ્યા છે?

Image source

સુશાંતની આ તસવીરો ફિલ્મ MS Dhoni- ધ અનટોલ્ડ સ્ટોરી સમયનાં છે. આ તમામ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

Image source

સુશાંતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ઝડપથી ઉભો થઈ રહ્યો છે કે સુશાંતે બોલીવુડમાં ચાલતા નેપોટિઝ્મને લઈને આ પગલું ભર્યું?

Image source

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી તેમની અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘છિછોરે’ બાદ તેની 7 ફિલ્મો મળી હતી પરંતુ 6 મહિનામાં આ બધી ફિલ્મો તેના હાથમાંથી નીકળી ગઈ હતી.

Image source

આ કારણે તે પરેશાન હતા. આને કારણે એકતા કપૂર, કરણ જોહર, સલમાન ખાન, આલિયા ભટ્ટ અને સોનમ કપૂર ચાહકોના નિશાના હેઠળ આવી છે.

Image source

જણાવી દઈએ કે સુશાંત થોડા સમય માટે ડિપ્રેશનમાં હતો અને પોલીસને તેના ઘરેથી એન્ટી-ડિપ્રેસન દવાઓ પણ મળી હતી.

પરંતુ હવે એવું બહાર આવ્યું છે કે સુશાંતે થોડા સમય માટે આ દવાઓનું સેવન કરવાનું બંધ કરી દીધું હતું. સુશાંતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત તેના ઘરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.