મનોરંજન મૂવી રીવ્યુ

દબંગ-3એ ખોલ્યું સલમાન ખાનનું ચુલબુલ પાંડે બનવાનું રહસ્ય, ફિલ્મ જોતા પહેલા રીવ્યુ જરૂર વાંચજો

દબંગની ફ્રેન્ચાઇઝીને આગળ ધપાવતા સલમાન ખાનની ફિલ્મ દબંગ 3 સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દબંગ ફ્રેન્ચાઇઝની ત્રીજી ફિલ્મ દબંગ 3 ની બધા જ આતુરતાથી રાહ જોઈ રહ્યો રહયા હતો. આ ફ્રેન્ચાઇઝીની છેલ્લી બે ફિલ્મોને સલમાન ખાનના ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી અને હવે દબંગ 3 પાછલી ફિલ્મ્સની પ્રિક્વલ છે. આ ફિલ્મની ઘોષણા થઈ ત્યારથી તેની રાહ જોવાઇ રહી છે. હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારે દર્શકોએ તેને મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. જ્યારે કેટલાક લોકોને દબંગ 3 બ્લોકબસ્ટર હિટ લાગી રહી છે, તો કેટલાક તેને બેકાર ફિલ્મ કહી રહ્યા છે.

Image Source

જણાવી દઈએ કે દબંગ 3 ની વાર્તા ચુલબુલ પાંડેના ભૂતકાળ વિશે છે. ફિલ્મમાં સલમાન ખાન ફરી એકવાર ચુલબુલ પાંડેનું પાત્ર ભજવી રહ્યો છે. આ વખતે તેને પહેલેથી જ યુવાન બતાવવામાં આવ્યો છે. સલમાન સાથે સોનાક્ષી સિંહા આ ફિલ્મમાં રોમાંસ કરી રહી છે, તો સાથે જ અભિનેત્રી સાંઇ માંજરેકરે આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત સોનાક્ષી સિંહા, અરબાઝ ખાન, કિચ્ચા સુદીપ, મહેશ માંજરેકર જેવા જાણીતા કલાકારો છે અને મહેશ માંજરેકરની દીકરી સાઈ માંજરેકર પણ આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહી છે. એટલે કે સલમાન ખાન બે હિરોઇનો સાથે રોમાંસ કરતા જોવા મળે છે.

Image Source

આ વાર્તા છેલ્લી બે ફિલ્મોની પહેલાની વાર્તા છે જે ફ્લેશબેક્માં ચાલે છે. આ ફિલ્મમાં જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે ચુલબુલ પાંડે બન્યો. આ ફિલ્મ દબંગ 1 અને દબંગ 2 કરતા સારી છે. ફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવાએ આ ફિલ્મને ખૂબ મનોરંજક બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મમાં પ્રભુદેવાએ એ બધું જ આપ્યું છે જે સલમાનના ચાકો જોવાનું પસંદ કરે છે. ફિલ્મમાં એક્શન, રોમાંસ, કોમેડી બધા જ મસાલા ભરપૂર છે.

Image Source

ફિલ્મમાં એવા ઘણા સીન છે કે જે સિનેમાહોલમા બેસેલા લોકોને સીટી વગાડવા પર મજબૂર કરી દેશે. ઓનસ્ક્રીન પોલીસમેન એક સાથે અનેક ગુંડાઓને મારીને ધૂળ ચાટવામાં માહિર છે. ફિલ્મના દરેક એક્ટમાં સલમાન ખાનનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે, ભલે તે શર્ટલેસ થવું હોય, સોનાક્ષી સાથે રોમાન્સ કરવો હોય કે પછી સાઈ સાથે ડાન્સ કરવો હોય. ફિલ્મ ઘણી લાંબી છે, જેને કાપીને થોડી ક્રિસ્પ કરી શકાય હોત. ફિલ્મના કેટલાક એક્શન સીન અદભૂત છે. ફિલ્મના તમામ મસાલાઓમાં પ્રભુએ દહેજ, નોટબંધી, જળ સંરક્ષણ જેવા મુદ્દા પણ મૂક્યા છે. કોમેડી સીન પણ ભરપૂર છે.

Image Source

ફિલ્મના સંગીતની વાત કરીએ તો સાજીદ-વાજિદે આપેલું સંગીત અને આ ફિલ્મના ગીતો લોકોને ખૂબ જપસંદ આવી રહયા છે. જે પ્રકારના રીવ્યુ ફિલ્મને મળી રહયા છે એ તમને કન્ફ્યુઝ કરી શકે છે. ફિલ્મ જોઈને આવેલા સલમાન ખાનના ચાહકો મુજબ, આ એક જબરદસ્ત ફિલ્મ છે. જયારે જે લોકો સલમાનના ચાહકો નથી તેમનું કહેવું છે કે આ ફિલ્મની વાર્તામાં ઘણી ગડબડ છે.

Image Source

સલમાન ખાનની કોઈ પણ ફિલ્મ અંગે નિર્માતા અને વિતરકો ચિંતા કરતા નથી કે ફિલ્મ ચાલશે કે નહીં. કારણ કે સલમાન ખાનની ફિલ્મની વાર્તા ગમે તે હોય, ફિલ્મ જોરદાર કમાણી તો કરે છે. લગભગ 85 કરોડના બજેટથી બનેલી દબંગ 3 ની પહેલા દિવસનું બોક્સ ઓફિસનું કલેક્શન 40 કરોડની થવાની સંભાવના છે. જે બોક્સ ઓફિસ કલેક્શનની દ્રષ્ટિએ સારી શરૂઆત કહી શકાય.

Image Source

જો તમે આગળની દબંગ ફિલ્મો જોઈ હોય તો આ ફિલ્મ પણ જોવી જ જોઈએ. ફિલ્મની બમ્પર રિલીઝ થઇ છે, શો હાઉસફુલ જઈ રહયા છે. આ ફિલ્મને મળે છે 2.5/5 સ્ટાર

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.