અજબગજબ ખબર જાણવા જેવું દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

આ છે દબંગ લેડી IPS અધિકારી ડી રૂપા, જેને કરી હતી મુખ્યમંત્રીની ધરપકડ

આપણા દેશમાં લોકોનું કહેવું છે કે પોલીસ તંત્ર તેમની રક્ષા માટે નહિ પણ તેમને ડરાવવા માટે છે અને ફક્ત નેતાઓની સેવા માટે છે. પોલીસ તંત્ર વેચાઈ ગયું છે. પરંતુ હજુ પણ પોલીસતંત્ર લોકો જેવું વિચારે છે એ હદે ભ્રષ્ટાચાર આચરતું નથી થયું. હજુ પણ ઘણા એવા પોલીસવાળા છે જે ભ્રષ્ટાચારના વિરોધમાં અવાજ ઉઠાવે છે અને નેતાઓથી પણ ડરતા નથી. કેટલી પણ બદલીઓ થઇ જાય તેઓ પોતાની ફરજ નૈતિકતાથી નિભાવે છે. એવા જ પોલીસ અધિકારી વિશે આજે વાત કરીશું કે જેઓ મહિલા પોલીસ અધિકારી છે. આજે વાત કરીએ છીએ લેડી દબંગ કહેવાતા IPS અધિકારી ડી રૂપાની.

Image Source

કર્ણાટકની તેજ અને નીડર આઇપીએસ અધિકારીઓમાંથી એક છે ડી રૂપા. તેઓ પોતાના કામને કારણે જ નહિ પણ સોશિયલ મીડિયા પર પોતાની સક્રિયતા માટે ઓળખવામાં આવે છે. તેઓ સમય-સમય પર જરૂરી મુદ્દાઓ પર ટવિટ અને પોસ્ટ લખતા રહે છે. તેઓ હાલમાં કર્ણાટક પોલીસમાં ઇન્સ્પેકટર જનરલ એટલે કે આઇજી છે. હાલ હોમ ગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સની જવાબદારી નિભાવી રહયા છે. આ પહેલા તેઓ ડીઆઈજી (જેલ)ના પદ પર હતા. ત્યારે તેઓ ચર્ચાઓમાં આવ્યા હતા કારણ કે તેઓએ જયલલિતાના નજીકના અને ભ્રષ્ટાચારમાં કર્ણાટકની જેલમાં બંધ તમિલનાડુના એઆઈએડીએમકે નેતા શશિકલાને જેલમાં મળતી વીઆઈપી સુવિધાઓ ભાંડો ફોડ્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે જેલ અધિકારીઓએ 2 કરોડ રૂપિયા લઈને જેલની અંદર શશિકલા માટે કિચન બનાવ્યું હતું.

Image Source

સ્ટેમ્પ કૌભાંડમાં દોષી કરાર થયા બાદ જેલમાં બંધ અબ્દુલ કરીમ તેલગી વિશે પણ તેમના રિપોર્ટમાં ખુલાસો થયો હતો. જાણવા મળ્યું હતું કે જે કરીમ તેલગીને વહીલ ચેર માટે એક વ્યક્તિને સાથે રાખવાની અનુમતિ મળી હતી, એ જેલમાં ચાર લોકો પાસેથી માલિશ કરાવતો હતો.

જણાવી દઈએ કે ડી રૂપા જયારે મધ્યપ્રદેશમાં એસપી તરીકે પોસ્ટેડ હતા, ત્યારે તેમને તત્કાલીન મુખ્યમંત્રી ઉમા ભારતીની ધાર્મિક તોફાનોના કારણે ધરપકડ કરી હતી. તેઓ જયારે બેંગલુરુમાં ડીસીપી તરીકે ફરજ પર હતા, તેઓએ પોલીસને વીવીઆઈપી લોકોની સેવાથી હટાવી દીધા હતા. આ લોકોમાં મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ સામેલ હતા. સાથે જ તેઓએ મુખ્યમંત્રીના કાફલામાંથી ગેરસરકારી રીતે સામેલ થવાવાળી પોલીસની ગાડીઓને પણ કઢાવી લીધી હતી. તેમના આ નિર્ણય પછી સરકારી ચોપડે તેમનું નામ દરેક નેતા અને અધિકારીના હોઠે ચઢી ચૂક્યું હતું.

Image Source

આઇપીએસ ડી રૂપાને અત્યાર સુધીના તેમના સેવાકાળ દરમ્યાન લગભગ 40 વાર જુદા-જુદા પદો પર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને હાલ તેઓ બેંગલુરુમાં આઇજી હોમગાર્ડસના રૂપમાં કામ કરી રહયા છે. ડી રૂપા વર્ષ 2000ના બેચની આઇપીએસ અધિકારી છે. તેઓ ભણવામાં હોશિયાર હતા અને યુપીએસસીની પરીક્ષામાં તેમની 43મો રેન્ક આવ્યો હતો. તેઓ એક તાલીમ પામેલા ભરતનાટ્યમ ડાન્સર છે અને ભારતીય સંગીતમાં પણ તેમને ટ્રેનિંગ લીધી છે. આ સિવાય તેઓ એક શાર્પ શૂટ પણ છે અને ટ્રેનિંગ દરમ્યાન તેમને ઘણા એવોર્ડ પણ જીત્યા છે. તેઓ બે બાળાઓની માતા અને તેમના પતિ મુનીશ એક આઈએએસ અધિકારી છે.

Image Source

રૂપાનું કહેવું છે કે ટ્રાન્સફર-પોસ્ટિંગ તો દરેક સરકારી નોકરીનો ભાગ છે, પરંતુ ઘણીવાર ટ્રાન્સફરના આદેશ મળવા દુર્ભાગ્યપૂર્ણ હોય છે, કારણ કે તેઓએ ટ્રાન્સફર પછી ઘણી મહેનત કરવી પડે છે અને ઘણીવાર રિસ્ક પણ લેવા પડે છે. તેઓ દરેક પદ પર પોતાની કામ ઈમાનદારી સાથે કરે છે અને તેઓને સોંપવામાં આવેલી જવાબદારીઓને તેઓ સારી રીતે નિભાવે છે.

Image Source

ડી રૂપા કહે છે કે તેમના પતિ તેમની શક્તિ બનીને તેમની સાથે ઉભા રહે છે, જીવનના તામાં ઉતાર-ચઢાવ વચ્ચે તેમના પતિ તેમની ઉર્જાનો સ્ત્રોત રહયા છે. તેઓએ દરેક પરિસ્થિતિમાં રૂપાનો સાથ આપ્યો છે. તેઓનું કહેવું છે કે આજે તેઓ જે કઈ પણ છે એ તેમના પતિને કારણે જ છે, તેમના વગર આ મુકામ પર પહોંચવું અસંભવ હતું.

Image Source

ડી રૂપાએ ભ્રષ્ટાચારના કેસની તપાસ વિશે જણવ્યું કે તેઓએ હંમેશા પોતાની તપાસમાં એ જ લખ્યું છે જે તેમને તપાસ સમયે જાતે જોયું હોય છે. કાનૂન અને પુરાવાઓ બધા માટે એક જ હોય છે, એનાથી કોઈ ફરક નથી પડતો કે તપાસ કઈ વ્યક્તિ વિરુદ્ધ થઇ રહી છે. તેમના પર આજ સુધી કોઈ રાજનેતાના દબાવની અસર નથી થઇ અને તેમને જે રસ્તો પસંદ કર્યો છે એ સંવૈધાનિક રીતે સાચો હોય છે. તેઓએ હંમેશા ભ્રષ્ટાચાર અને અનિયમિતતા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે અને એના માટે તેઓએ પોતાની આખી કારકિર્દીને દાવ પર લગાવવાનું જોખમ પણ લેવું પડ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks