સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક, પૂણેમાં સર્જરી, જાણો દુનિયાના દર બીજા બાળકને વેક્સિન આપનાર વેક્સિન કિંગ વિશે
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
દેશની જાણીતી વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચેરમેન અને એમડી ડૉ. સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો છે. તેમની એન્જિયોપ્લાસ્ટી પુણેની એક હોસ્પિટલમાં કરવામાં આવી. ડૉક્ટરોએ શુક્રવારે આ માહિતી આપી અને કહ્યું કે પૂનાવાલાની હાલતમાં હવે સુધારો થઈ રહ્યો છે. જણાવી દઈએ કે સાયરસ પૂનાવાલાની કંપની કોરોના વાયરસ વેક્સીન ‘કોવિશિલ્ડ’ બનાવે છે.
16 નવેમ્બરે આવ્યો હતો હાર્ટ એટેક
82 વર્ષિય સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેમને તાત્કાલિક રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી. પૂનાવાલાને થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ડૉ.સાયરસ પૂનાવાલાને ICUમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.
કોણ છે સાયરસ પૂનાવાલા?
સાયરસ પૂનાવાલા દેશના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ છે. ડૉ. પૂનાવાલા ‘ફોર્બ્સ ઈન્ડિયા’ના 100 અમીરોની યાદીમાં 10મા ક્રમે હતા. આશરે રૂ. 83,000 કરોડની સંપત્તિ ધરાવનાર, પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. તે કોરોના સહિત અનેક રોગોની રસી બનાવે છે.
સાયરસ પૂનાવાલા લક્ઝરી અને ભવ્ય જીવનશૈલી માટે પ્રખ્યાત
સાયરસ પૂનાવાલા પોતાની લક્ઝરી અને ભવ્ય જીવનશૈલી માટે પણ પ્રખ્યાત છે. સિગાર અને ઘોડેસવારીનો શોખીન પૂનાવાલાની પાર્ટીઓમાં બોલિવૂડથી લઈને બિઝનેસ જગત સુધીની તમામ હસ્તીઓ જોવા મળે છે. સાયરસના પુત્ર અદાર પૂનાવાલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ છે અને તેમના નેતૃત્વમાં કંપની ઝડપથી વિકાસ કરી રહી છે.
ભારતના ટીકા સમ્રાટ ડૉ.સાયરસ પૂનાવાલા
ડૉ.સાયરસ પૂનાવાલાનો જન્મ 1941માં થયો હતો. તેમને ભારતના ટીકા સમ્રાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ 170થી વધુ દેશોમાં રસીની નિકાસ કરે છે અને વિશ્વના દરેક બીજા બાળકને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની રસી આપવામાં આવી છે.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં