BREAKING: દિગ્ગજ બિઝનેસમેનનું અકસ્માતમાં થયું નિધન, કારના ફૂરચા બોલી ગયા, જુઓ વીડિયો

ટાટા ગ્રુપના એક્સ ચેરમેન સાયરસ પલોનજી મિસ્ત્રીનું આજે રોડ અકસ્માતમાં અવસાન થયું છે. સાયરસ પલોનજી મિસ્ત્રી વર્ષ 2012થી 2016 સુધી ટાટા સમૂહના ચેરમેન પદ પર રહ્યાં હતા. તેઓ ટાટા સમૂહના છઠ્ઠા ચેરમેન બન્યા હતા. પરંતુ નૌવરોજી સકલતવાલા બાદ ટાટા સરનેમ ન હોય તેવા બીજા વ્યક્તિ હતા જે આ ગ્રુપના ચેરમેન બન્યા હતા.

તમને જણાવી દઈએ કે આ બિઝનેસમેન 2006માં ટાટા ગ્રુપ સાથે જોડાયા હતા. તેઓ ડિસેમ્બર 2012માં આ ગ્રુપના છઠ્ઠા ચેરમેન બન્યા હતા. તેઓ ટાટા ગ્રુપના બીજા એવા ચેરમેન હતા જેની સરનેમ ટાટા નહોતી. સાયરસ મિસ્ત્રી વર્ષ 2016 સુધી ટાટા ગ્રુપના ચેરમેન પદે રહ્યાં હતા.

બિઝનેસમેન સાયરસ મિસ્ત્રીની કારને અમદાવાદ મુંબઈ હાઈવે પર પાલઘર પાસે અકસ્માત નડ્યો હતો. આ એક્સીડંટ એટલો ગમખ્વાર હતો કે તેમાં સાયર મિસ્ત્રીનું નિધન થયું છે. આ અંગે પાલઘર જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અને પોલીસે આપેલી માહિતી મુજબ એક્સિડેન્ટ પછી સાયરસ મિસ્ત્રીનું સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું.

આ અકસ્માત કેટલો ભયાનક હતો તે એ ઘટનાસ્થળનો વીડિયો જોઈને ખબર પડે છે. કેટલાક અહેવાલ મુજબ તેઓ અમદાવાદથી મુંબઈ કાર દ્વારા જઈ રહ્યા હતા ત્યારે આજે બપોરે સવા ત્રણ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના ઘટી છે. ટાટા સન્સના બોર્ડમાં આ બિઝનેસમેને વર્ષ 2006માં એન્ટ્રી કરી હતી.

2012ના ડિસેમ્બર મહિનામાં તેમણે ટાટા સન્સના ચેરમેન તરીકે કમાન સંભાળી હતી પછી ટાટા ગ્રુપે 18 મહિનાની પ્રક્રિયા બાદ આ પદ માટે સાયરસ મિસ્ત્રીની પસંદગી કરી હતી. જે લોકોને આ પદ માટે વ્યક્તિ શોધવાની જવાબદારી મળી હતી તેમાં બ્રિટનના પ્રભાવશાળી કારોબારી અને વાવરિક મેન્યબફેક્ચરિંગના સંચાલક લોર્ડ સુશાંત કુમાર ભટ્ટાચાર્ય, પ્રતિષ્ઠિત વકીલ શિરીન ભરૂચા અને એનએ સૂનાવાલા હતા.

પાલઘરના SP બાલાસાહેબ પાટિલે જણાવ્યું- આ બિઝનેસમેન જે ગાડીમાં સવાર હતા, તેનો નંબર MH-47-AB-6705 છે. આ ઘટના બપોરે લગભગ સાડા ત્રણ વાગ્યે અમદાવાદથી મુંબઈના રસ્તે આવતી સૂર્યા નદીના પુલ પર થયો. દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ઘાયલ થયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM દેવેન્દ્ર ફડણવીસે દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

YC