મર્સીડીઝમાં 7-7 એરબેગ્સ હોવા છતાં પણ બચી ના શક્યો સાયરસ મિસ્ત્રીનો જીવ, કાશ આ ભૂલ ન કરી હોત ….

ગઈકાલે આખા દેશ માટે એક ખુબ જ દુઃખદ ખબર સામે આવી. પ્રખ્યાત ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રીએ રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. પોલીસના પ્રાથમિક તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે કે ડિવાઈડર સાથે અથડાતા પહેલા તેની લક્ઝરી કાર ફૂલ સ્પીડમાં હતી. એટલું જ નહીં, પાછળની સીટ પર બેઠેલા બંને વ્યક્તિઓએ સીટ બેલ્ટ પણ પહેર્યો ન હતો. પોલીસ રિપોર્ટ અનુસાર પાલઘરમાં ચારોટી ચેકપોસ્ટ પાર કર્યા બાદ તેની કારે માત્ર 9 મિનિટમાં 20 કિમીનું અંતર કાપ્યું હતું.

ત્યારે આ મામલે પોલીસનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજમાં તેમની કાર લગભગ 2.21 વાગ્યે ચોકીની નજીક દેખાઈ રહી છે. ચેકપોસ્ટથી 20 કિમી દૂર સૂર્યા નદી પરના પુલ પર બપોરે 2.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર, જ્યારે આ ઘટના બની ત્યારે અનાહિતા પંડોલે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની લક્ઝરી કાર ચલાવી રહી હતી. આ અકસ્માતમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે અને તેમના પતિ ડેરિયસ પંડોલેનો આબાદ બચાવ થયો હતો.

તો આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી અને ડેરિયસના ભાઈ જહાંગીર પંડોલે મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માત મુંબઈથી લગભગ 120 કિમી દૂર બપોરે 3 વાગ્યાની આસપાસ થયો હતો. અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું મોત થઈ ચૂક્યું હતું અને જહાંગીર દિનશા પંડોલેનું સારવાર દરમિયાન મોત થયું હતું. સાયરસ મિસ્ત્રીને માથામાં ઈજા થઈ હતી અને અનાહિતા પંડોલેના ભાઈ જહાંગીર દિનશાને ડાબા પગ અને માથામાં ઈજા થઈ હતી.

સાયરસ અને જહાંગીર કારની પાછળની સીટ પર બેઠા હતા. મોટર વ્હીકલ એક્ટ મુજબ સીટ બેલ્ટ પહેરવો ફરજીયાત છે. બંનેમાંથી કોઈએ સીટ બેલ્ટ પહેર્યો ન હતો. મુંબઈ સ્થિત ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે કાર ચલાવી રહી હતી. સૂર્યા નદી પરના પુલ પર રોડ ડિવાઈડર સાથે કાર અથડાઈ ત્યારે ફૂલ સ્પીડમાં હતી. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે કાર ડાબી બાજુથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેણે નિયંત્રણ ગુમાવ્યું.

અનાહિતા અને તેના પતિ ડેરિયસ બંને કારની આગળની સીટ પર બેઠા હતા. બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેની સારવાર ચાલી રહી છે. અનાહિતા અને ડેરિસને આજે મુંબઈની હોસ્પિટલમાં રિફર કરવામાં આવે તેવી શક્યતા છે. અકસ્માત બાદ તેને ગુજરાતના વાપીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે એરબેગ્સે આગળની સીટ પર બેઠેલા બંનેનો જીવ બચાવ્યો હતો. અકસ્માત પછીના મર્સિડીઝના ફોટા દર્શાવે છે કે કારના પાછળના ભાગને નુકસાન થયું નથી.

Niraj Patel