નવેમ્બરની પહેલી તારીખે ઇંધણની કિંમતોમાં મોંઘવારીથી થોડી રાહત મળી છે. કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરના ભાવ ઘટાડી દીધા છે. જો કે દેશભરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના રેટમાં ઘટાડો થયો છે. 1 નવેમ્બર 2022 મંગળવારના રોજ 19 કિલોવાળો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તો થઇ ગયો છે. જો કે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ બદલાવ થયો નથી.
જણાવી દઇએ કે, 6 જુલાઇથી ઘરેલુ સિલિન્ડરની કિંમત સ્થિર છે. દિલ્લીમાં 19 કિલોના ઈન્ડેન એલપીજી સિલિન્ડરની નવી કિંમત હવે 1744 રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા 1859.5 રૂપિયા હતી. 1844માં મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર ઉપલબ્ધ હતા, જે હવે 1696 રૂપિયામાં મળશે. ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત હવે 1893 રૂપિયા છે, જેના માટે પહેલા 2009.50 રૂપિયા ચૂકવવા પડતા હતા.
હવે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1846 રૂપિયા થશે, જે પહેલા 1995.50 રૂપિયા હતી. લોકોને રાહત આપતા સરકારે કોમર્શિયલ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો છે. જોકે, સ્થાનિક એલપીજીની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.દિલ્હીમાં ઘરેલુ સિલિન્ડરની કિંમત 1053 રૂપિયા છે. જ્યારે 14.2 કિલોનું સિલિન્ડર કોલકાતામાં 1079 રૂપિયા, ચેન્નાઈમાં 1068.5 અને મુંબઈમાં 1052 રૂપિયામાં ઉપલબ્ધ છે.
તમને જણાવી દઈએ કે દેશની ગેસ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમત નક્કી કરે છે. કોમર્શિયલ એલપીજી ગેસ મોટે ભાગે હોટલ, ખાદ્યપદાર્થોની દુકાનો વગેરેમાં વપરાય છે. તેનાથી તેમને કિંમતોમાં ઘટાડાથી મોટી રાહત મળશે. આ સતત છઠ્ઠો મહિને છે કે કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો છે.