ખબર

પેટ્રોલ ડીઝલ બાદ હવે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થયો મોટો ધડાકો, સામાન્ય લોકો માથે મુશ્કેલીનો બોજ વધ્યો

કોરોના વાયરસ, લોકડાઉન અને વેપાર ધંધામાં મંદીની હાલતમાં સામાન્ય માણસનું જીવવું જાને મુશ્કેલ બની ગયું છે, લોકડાઉનમાં થોડી છૂટછાટ મળવાની સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ મોટો ભાવ વધારો નોંધાયો જેના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ હતી, હવે જુલાઈ મહિનાના પહેલા દિવસથી જ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે જેના કારણે સામાન્ય માણસ વધુ મુશ્કેલીમાં મુકાયો છે.

Image Source

દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC)એ સબ્સિડી વગરના LPG રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. 14.2 કિલોગ્રામવાળા સબ્સિડી વગરના LPG સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1 રૂપિયો પ્રતિ સિલિન્ડર મોંઘો થયો છે. હવે નવો ભાવ વધીને 594 રૂપિયા થઈ ગયો છે.

Image Source

IOCLની વેબસાઇટ ઉપરથી પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં 14.2 કિલોગ્રામ નોન સબસિડીવાળા એલપીજી સિલિન્ડર 1 રુપિયો મોંઘો, કોલકાતામાં ચાર રૂપિયા, મુંબઇમાં 3.50 રુ અને ચેન્નઈમાં ચાર રૂપિયામાં મોંઘો થયો છે. એલપીજી સિલિન્ડરના ભાવ વધારા બાદ દિલ્હીમાં તેની કિંમત 594 રૂપિયા થઇ છે જે અગાઉ રૂ 593 હતી. કોલકાતામાં તેની કિંમત 616 રૂપિયાથી વધીને 620.50 રૂપિયા અને મુંબઇમાં તે 590.50 રૂપિયાથી વધીને 594 રૂપિયા થઈ ગઈ છે તો ચેન્નાઇમાં તે પહેલા 606.50 રૂપિયા હતો, જે આજથી 610.50 રૂપિયા થઈ ગયો છે.

Image Source

રાહતની વાત એ છે કે 19 કિલો સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોનું સિલિન્ડર 4 રૂપિયા સસ્તુ થઈ છે. હવે તેની કિંમત 1139.50 રૂપિયાથી ઘટીને 1135.50 કરવામાં આવી છે. કોલકાતામાં તેની કિંમત 1197.50 રૂપિયા, મુંબઇમાં 1090.50 રૂપિયા અને ચેન્નઇમાં 1255 રૂપિયા હાલ થઇ ગઈ છે.

Image Source

સરકાર ધ્વરા ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરમાં સબસીડી પણ આપી રહી છે. વાર્ષિક 12 સિલિન્ડરના વપરાશ માટે આ સબસીદ્દી મળે છે, જો 12 કરતા વધારે સિલેન્ડરનો વપરાશ થતો હોય તો બજાર કિંમતે જ સિલેન્ડર ખરીદવા પડે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.