સનસનાટી આવી રહ્યો છે શિયાળો, 60KM ની સ્પીડથી ચાલશે હવા- આ રાજ્યમાં વરસશે વાદળ- ગુજરાતમાં પણ એલર્ટ જાહેર

દશેરા બાદ હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ઘણા રાજ્યોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે, જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદે વિનાશ વેર્યો છે. આ સમયગાળા દરમિયાન ભારે પવનની શક્યતા છે. ઉત્તર ભારતમાં તાપમાનમાં ઘટાડો થયો છે, જેના કારણે સવાર-સાંજ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીમાં અચાનક વધારો થવાની સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન એક ચક્રવાત વાવાઝોડામાં પરિણમ્યું છે, 17 ઓક્ટોબર ગુરુવારે સવારે વાવાઝોડું પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાશે જ્યારે દક્ષિણ કિનારે અને રાયલસીમા પર ઘણા સ્થળોએ ભારે વરસાદની સંભાવના શક્યતા છે.

દરિયાકાંઠે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, પવન 40-60 કિમી/કલાક સુધી પહોંચવાની સંભાવના છે. મંગળવારે ચેન્નાઈ અને તમિલનાડુના અન્ય ભાગોમાં ભારે વરસાદને કારણે શહેરમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જો કે, ગુજરાતમાં અસર નહિવત છે. સુરત, ભાવનગરમાં આજે વરસાદ વરસ્યો.

સુરતમાં સીટી લાઈટ, અઠવાગેટ, ઘોડદોડ રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભારે બફારા બાદ ઠંડક પ્રસરતાં લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરના ભાલ પંથકના અનેક ગામોમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અસહ્ય બફારા બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી.

Shah Jina