ખબર

આ રાજ્યોમાં કોરોનાની સાથે-સાથે તોફાનનો પણ ખતરો રહેતા, આ વિસ્તારમાં થઇ શકે છે નુકસાન

હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. લોકોને ગરમીથી છુટકારો થોડા જ સમયમાં મળી જશે. આ વચ્ચે હવામાન વિભાગે ચોમાસાને લઈને આગાહી કરી છે.

Image Source

હવામાન વિભાગે બંગાળના અખાતમાં દક્ષિણ-પૂર્વ ક્ષેત્ર અને તેને અડીને આવેલા દક્ષિણ આંદામાન સમુદ્રમાં બુધવારે સવારે લો પ્રેશરના બે ઝોન બન્યા છે. ચોમાસુ 15 મેએ બંગાળના દક્ષિણી અખાતના મધ્ય ભાગોમાંથી આગળ વધીને શ્રીલંકા પહોંચશે. 16 આસપાસ ચોમાસુ આંદામાન નિકોબાર પહોંચી જશે. 16મેના રોજ સાંજ સુધીમાં તે દક્ષિણ-પશ્ચિમ અને તેનાથી નજીક પશ્ચિમ-મધ્ય ખાડી પર એચ ચક્રવાતી તોફાન આવી શકે છે.

Image source

હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ચક્રવાતી તોફાન ઓડિશામાં નુકસાનનું કારણ બની શકે છે.
ખરેખર, બંગાળની ખાડીમાં ચક્રવાત તોફાન માટે દબાણ સર્જાયું છે. સાવચેતી રૂપે, ઓડિશા સરકારના ચીફ સેક્રેટરીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી અને બંગાળની ખાડીમાં આવતા વાવાઝોડાની ચર્ચા કરી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ ચક્રવાતી તોફાન તેની અસર 16 મેના રોજ બતાવી શકે છે.

તા.16 મે આંદામાન-નિકોબાર ટાપુના ઘણા ભાગો, ઓરિસ્સા, કેરળ તેમજ લક્ષદીપના કેટલાક સ્થળોએ ઝાપટા, હિમાલિયન રિજીયન, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, હિમાચલપ્રદેશ, જમ્મુ-કશ્મીરના કેટલાક ભાગો, આસામ, મેઘાલય, પૂર્વીય ઉત્તર પ્રદેશ, તમિલનાડુના દૂરના પ્રદેશમાં વરસાદી ઝાપટા પડવાની શકયતા છે.

Image source

ઓડિશાએ આવનારા સંકટને જોતાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ઍલર્ટ જાહેર કરી દીધું છે. તેમજ સંબંધિત જિલ્લાના કલેક્ટરોને લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કરી દેવાયું છે.

સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે. તેમજ હાલ દરિયામાં ખેડાણ કરી રહેલા માછીમારોને પાછા ફરવાની સૂચના આપી દેવાઈ છે.
આવનારા દિવસોમાં ભારત માટે આફત સાબિત થવાની તાકાત રાખતું આ સંભવિત વાવાઝોડું ‘અંફન’ની અસર માત્ર દરિયાકિનારે આવેલાં રાજ્યોને જ થશે એવું નથી.

Image Source

જો ‘અંફન’ વાવાઝોડું ભારત પર ત્રાટકે છે તો તેની અસર તેલંગણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઝારખંડ જેવાં રાજ્યો પર પણ થઈ શકે છે.

હવામાન શાસ્ત્રી પટેલે આગાહી કરી છે કે, 20 મે સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના ભાગોમાં આંધી, વંટોળનું પ્રમાણ વધે, ધૂળભરી આંધી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા રહે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શકયતા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.