ખબર

હજુ તો “તાઉ-તે”નો કહેર ઓછો નથી થયો ત્યાં બીજા એક વાવાઝોડાની હવામાન વિભાગે કરી આગાહી, આ મહિનામાં જ ત્રાટકવાની સંભાવના

છેલ્લા બે દિવસથી ગુજરાત ઉપર મોટું સંકટ વાવાઝોડાના રૂપમાં મંડરાઈ રહ્યું છે. આ “તાઉ-તે” નામના વાવાઝોડાએ આખા ગુજરાતને હચમચાવીને રાખી દીધું છે, વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર આર્થિક રીતે ઘણું જ મોટું નુકશાન થયું છે.

તાઉ-તે વાવાઝોડું આજે રાજસ્થાન પહોંચ્યું છે. એટલે કે હજી તાઉ-તે વાવાઝોડું સંપૂર્ણ રીતે શાંત પણ પણ નથી થયું ત્યાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર વાવાઝોડું સર્જાઈ રહ્યું છે. આ વાવઝોડાનું નામ “યાસ” રાખવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં સક્રિય થેયેલા આ વાવાઝોડાની અસર 23 મેથી શરૂ થશે અને 26 મે સુધીમાં ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ત્રાટકશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તાઉ-તે વાવાોઝોડાની સિસ્ટમ અરબી સમુદ્રમાં સર્જાઈ હતી. 16 મેના રોજ તાઉ-તે મજબૂત રીતે મુંબઈ તરફ આગળ વધ્યું હતું અને 17 તારીખે બપોર પછી જ ગુજરાતમાં તેની અસર દેખાવા લાગી હતી.

તાઉ-તે ના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકશાન થયું છે. હાલ કેરીની સીઝન હોય સૌરાષ્ટ્રના ખેડૂતોના આંબાવાડિયા નષ્ટ થઇ ગયા છે. અંદાજે સૌરાષ્ટ્રના ખેડૂતોને 25 કરોડ કરતા વધારેનું નુકશાન થયું હોવાનો અહેવાલ  પણ સામે આવ્યો છે.

મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડાના કારણે ભારે પવન અને વરસાદ જોવા મળ્યો હતો. તા. 17 અને 18 મેના રોજ મહારાષ્ટ્ર સંતે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો.