હજુ તાઉ-તેનો પવન શમ્યો નથી ત્યાં આવી રહ્યું છે બીજું વાવાઝોડું, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં થશે તેની અસર

ગુજરાત અને મહારાષ્ટ્રને હમચાવી દેનારા વાવાઝોડા તાઉ-તેની અસરથી હજુ બેઠાં નથી ત્યાં હવે બીજા એક  વાવાઝોડાને લઈને ખબર આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે યાસ નામનું ચક્રવાત તારીખ 26-27 મેના રોજ પૂર્વી તટ ઉપર પહોંચવાનું અનુમાન છે.

ચક્રવાત યાસની ચેતવણી બાદ પશ્ચિમ બંગાળ સરકાર અને ઓડિશા સરકારના વરિષ્ઠ સરકારી અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તે આ ચક્રવાતનો સામનો કરવાના બધા જ પ્રબંધ કરી લે.

હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું કે ઉત્તર અંદમાન સાગર અને બંગાળની પૂર્વી મધ્ય ખાડીમાં 22 મેના રોજ ઓછા દબાણનું ક્ષેત્ર બનાવની સંભાવના છે. જે  તેના 72 કલાક બાદ ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે અને 26 મેની સાંજ સુધી પશ્ચિમ બંગાળ-ઓડિશા તટ ઉપર પહોંચી શકે છે. હવામાન વિભાગ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે પશ્ચિમ બંગાળ, ઓડિશા, અસમ અને મેઘાલયમાં 25 મેના રોજ સામાન્ય અને મધ્યમ સ્તરનો વરસાદ થઇ શકે છે. જેના બાદ ઝડપી વરસાદ થશે.

તો વાવાઝોડાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમરા બેનર્જી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા ચક્રવાતી વાવાઝોડા યાસની ચેતવણીને ધ્યાનમાં રાખીને વરિષ્ઠ સરકારી અધિકરીઓને બુધવારના રોજ નિર્દેશ આપી દીધા છે કે તે આ વાવાઝોડાનો સામનો કરવા માટે જરૂરી પ્રબંધો કરે.

Niraj Patel