ખબર

Tauktae: વાવાઝોડા વચ્ચે થયો ચમત્કાર, મહિલા ઉપર પડ્યું ઝાડ અને પછી… જુઓ વીડિયોમાં

તાઉ તે વાવાઝોડાનાં કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં કહેર જોવા મળી રહ્યો છે. બંને રાજ્યોમાં કેટલાક લોકોની મોત પણ થઇ ગઈ છે. ઘણી જગ્યાએ ભારે નુકશાન પણ થયું છે. પરંતુ આ બધા વચ્ચે મુંબઈમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક મહિલા ઉપર ઝાડ પડતું જોવા મળી રહ્યું છે.

મુંબઈમાંથી ઘણા વીડિયો સામે આવ્યા છે પરંતુ હાલમાં આવેલા વીડિયોની અંદર એક મહિલા ઉપર ઝાડ ઝડપથી પડતું જોવા મળી રહ્યું છે. પરંતુ કિસ્મત આ મહિલાને સાથ આપે છે અને મહિલા બચીને નીકળી જાય છે.

સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયોને ટ્વીટ કરવામાં આવ્યો છે. જે 17 મેનો છે. અહીંયા એક મહિલા રસ્તો પાર કરી રહી હતી. ત્યારે જ ત્યાં રહેલું એક મોટું ઝાડ પડ્યું તે મહિલાની પાસે જ પડ્યું. પરંતુ છેલ્લા સમયમાં મહિલા થોડી ખસી ગઈ અને ઝાડ તેની એકદમ બાજુમાં જ પડ્યું જેમાં તેનો જીવ બચી ગયો.

આ સમગ્ર ઘટના CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી અને વાયરલ પણ થઇ હતી. જો મહિલા છેલ્લો ઘડીએ જાગૃત ન થઈ હોત તો તેનો જીવ જવો નક્કી હતો પરંતુ તેની આવરદા બચી હશે કે તેને અંતિમ ઘડીએ ભાગી જવાની ખબર પડી. આ ઘટના અકલ્પનીય છે છતાં હકીકતમાં બનેલી છે જે આપ નીચે વીડિયો માં જોઈ શકો છો.

આ વીડિયો પણ જુઓ , કોરોના કાળમાં ખેડૂતોને કેરી ઉપર આશા હતી, પરંતુ આ તાઉ-તેએ બધી જ આશા ઉપર ફેરવ્યું પાણી,

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આંબાના કુલ 16,00,000 ઝાડ છે જેમાં 8 લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જોકે, હાલ માત્ર 35 ટકા પાક જ લેવાઇ ગયો છે. બાકીનો 65 ટકા પાક હજુ આંબા પર છે. પરંતુ વાવાઝોડાના કારણે આંબા ઉપર રહેલી કેરીઓ પણ ખરીને નીચે પડી ગઈ છે.

તો અંગેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં આંબાવાડિયામાં વાવાઝોડાના કારણે થયેલું નુકશાન દેખાઈ રહ્યું છે. જેમાં ખેડૂત બોલતા પણ દેખાય છે કે 90% પાકને નુકશાન થઇ ગયું છે.

હાલ આ વાવાઝોડાના કારણે સૌથી દયનિય હાલત ખેડૂતોની થઇ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોનો કેરી ઉનાળામાં મુખ્ય વ્યવસાય બની રહે છે. અને આવા સમયે વાવાઝોડાના ત્રાટકવાથી તેમને મોટી નુકશાની સહન કરવી પડી રહી છે. જુઓ વીડિયોમાં

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)