જાણો વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે ? હાલમાં આવેલા “તૌકતે (તાઉતે) “નો અર્થ શું થાય છે ?

ગુજરાતની  અંદર હાલ કમોસમી વરસાદ અને વાવાઝોડું ચાલી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાનું નામ “તૌકતે” જણાવવામાં આવ્યું છે, ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આ વાવઝોડાનાં નામ કેવી રીતે આપવામાં આવતા હશે ?

દેશમાં એક તરફ કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે, તો બીજી તરફ વાવાઝોડું અત્યારે ગુજરાત અને દીવમાં જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર “તૌકતે” 16 મેથી 18 મે સુધી અત્યંત ભીષણ ચક્રવર્તી તોફાનના રૂપમાં રહેશે. જેના કારણે ગુજરાત અને દીવના સમુદ્ર તટ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

(Photo by Michel LUQUET/Gamma-Rapho via Getty Images)

આ વર્ષના પહેલા વાવાઝોડાનું નામ “તૌકતે” (તાઉતે) નામ આ વખતે મ્યાંમાર દ્વારા રાખવામાં આવ્યું છે. આ એક બર્મી શબ્દ છે. જેનો અર્થ થાય છે “સૌથી વધારે અવાજ કરવા વાળી ગરોળી” સામાન્ય રીતે દરેક ચક્રવાતનું નામ રાખવા પાછળનું એક ખાસ કારણ હોય છે.

ચક્રવાતના નામ વિશ્વ હવામાન વિભાગ અંતર્ગત આવવા વાળા દુનિયાભરમાં ફેલાયેલા વોર્નિંગ સેન્ટરની તરફથી કરવામાં આવે છે. આ પેનલની અંદર 13 દેશ છે. જેમાં ભારત, પાકિસ્તાન, માલદીવ, બાંગ્લાદેશ, મ્યાંમાર, ઓમાન, શ્રીલંકા, થાઈલેન્ડ, ઈરાન, કતર, સાઉદી અરબ, યુએઈ અને યમન શામેલ છે. ગયા વર્ષે આ દેશોએ 13 નામ જણાવ્યા હતા. જેના કારણે ચક્રવાતના 169 નામોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

એક ચક્રવાતી વાવાઝોડું એક અઠવાડિયું કે તેનાથી વધારે સમય સુધી ચાલે છે. એક સમય ઉપર એકથી વધારે તોફાન આવવા ઉપર હવામાન વિભાગથી જોડાયેલા અને અન્ય લોકોને કોઈપણ પ્રકારની કન્ફ્યુઝન ના થાય એટલા માટે વાવાઝોડાના નામ આપવામાં આવે છે.

આ નામના કારણે આપદા ચેતવણીઓ જાહેર કરવા અને ભવિષ્યમાં પાછળના ચક્રવાતોનો ઉલ્લેખ કરવામાં સરળતા રહે છે. સમય રીતે ટ્રોપિકલ ચક્રવાતોના નામ ક્ષેત્રીય સ્તર ઉપર નિયમો અનુસાર રાખવામાં આવે છે.

Niraj Patel