દેશમાં ફરી એકવાર ભયંકર વાવાઝોડું આવી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ત્રણથી પાંચ ડિસેમ્બરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, અન્ય ડિપ્રેશન થવાથી મુંબઈ સુધી જ નહીં, દક્ષિણ ગુજરાત સુધીમાં વરસાદ કે વાદળો આવવાની સંભાવના છે.
ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં લો પ્રેશરના કારણે મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં પરિવર્તિત થશે તેની અસર તામિલનાડુ પાંડેચેરી અને ચેન્નઈના ભાગોમાં 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી થવાની શક્યતા છે. રાજ્ય હવામાન ખાતા અનુસાર, આગામી ત્રણ દિવસ અમદાવાદમાં તાપમાનમાં એક ડિગ્રીનો ફેરફાર થઈ શકે છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધશે. અંબાલાલ પટેલ અનુસાર, રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે. 2 ડિસેમ્બરથી બાંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે જ્યારે 15-17 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં વાદળ છવાયુ વાતાવરણ રહેશે. 22 ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમ વર્ષા થશે. 28 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે.