ખબર

મુંબઈમાં અથડાયું ‘નિસર્ગ’ વાવાઝોડું, 10 તસ્વીરોમાં જુઓ કેવો માહોલ છે ત્યાં…

અરબ સાગરમાં આવેલું વાવાઝોડુ નિસર્ગ બપોરે લગભગ 1 વાગ્યે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના અલીબાગમાં સમુદ્ર કાંઠે અથડાયું હતું. આ વિસ્તારમાં લગભગ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર વાહનની અવરજવર અટકાવી દેવાઈ છે. તો બીજી બાજુ સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા છે. મુંબઈ અને સાસપાસના તટીય વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. રાજ્યમાં એનડીઆરએફની 21 ટીમો તૈનાત છે અને લગભગ એક લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં કોસ્ટગાર્ડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. અલીબાગથી 6 હજાર લોકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં આવ્યા. અલીબાગમાં જ્યારે તોફાન પહોંચ્યું ત્યારે પવનની ગતિ 100થી 110 કિમી પ્રતિ કલાકની હતી. બીએમસીએ જણાવ્યું હતું કે અગ્નિશામકો સજાગ છે અને મુંબઇની છ ચોપાટીઓમાં 93 ગાર્ડ તૈનાત છે. મુંબઈમાં વિવિધ સ્થળોએ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) ની આઠ ટીમો અને પાંચ નેવી ટીમો તૈનાત કરવામાં આવી છે. બીએમસીએ લોકોને તાકીદની સ્થિતિમાં મદદ માટે 1916કોલ ના હેલ્પલાઈન નંબર પર કોલ કરવાની અપીલ પણ કરી હતી.

મુંબઈ, થાણે, રાયગઢ, રત્નાગિરીમાં ભારે વરસાદ હોવાથી લોકોને ઘરમાં રહેવા જણાવાયું છે. વાવાઝોડાના કારણે મહારાષ્ટ્રના રત્નાગિરી ક્ષેત્રમાં દરિયામાં ઉંચી લહેરો ઉઠી રહી છે અને દરિયા કિનારે બાંધવામાં આવેલા જહાજો પણ હલી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.