ખબર

ગુજરાતને ચેતવણી! હવે આગળના આટલા કલાકમાં ગુજરાત અને મહારાષ્ટ્રમાં ‘હિકા’ની દસ્તક

પહેલા પશ્ચિમ બંગાળમાં એમ્ફાન વાવાઝોડું આવ્યું અને હવે ગુજરાતના સમુદ્ર તટ ઉપર એક નવા વાવાઝોડા ‘હિકા’નો ખતરો મંડરાઈ રહ્યો છે. રવિવારે ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે, 3 જૂન સુધીમાં વાવાઝોડું ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા નજીક પહોંચશે.

Image Source

ભારતીય હવામાન વિભાગ અનુસાર અરબ સાગર ઉપર લો પ્રેશરનો વિસ્તાર બની રહ્યો છે. આ દરમિયાન ગુજરાતના મહત્તમ જિલ્લાઓમાં ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે આ વાવાઝોડુ ગુજરાતના દ્વારકા ઓખા અને મોરબીથી ટકરાઈ, કચ્છ તરફ જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Image Source

ભારતીય હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાના તમામ બંદરો પર ‘distant cautionary (DC)-1’ નંબરનું સિગ્નલ લગાવવા માટેની સલાહ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 90-100 કિમીની ઝડપે પવન ફૂંકાશે જે 4 જૂન સુધી 110 કિમી પ્રતિકલાકની સ્પીડ સુધી પહોંચી શકે છે. જેથી દરિયો વધુ તોફાની બનવાની સંભાવનાઓ છે. સાથે સાથે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ પણ આપવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.