થઇ જાવ સાવધાન, આવી રહ્યું છે વધુ એક વાવાઝોડું, હવામાન વિભાગની મોટી આગાહી

આખી દુનિયામાં ઓમિક્રોન વેરિયેન્ટનો ખોફ જોવા મળી રહ્યો છે. એવામાં હાઇરિસ્ક 11 દેશમાંથી સુરત આવેલા 39માંથી તમામ મુસાફરોના RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ફોરેનથી ટ્રાવેલ કરીને આવેલા બધા લોકોને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. ઓમિક્રોનના અલર્ટ વચ્ચે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે કોરોનાના વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 144047 પર પહોંચ્યો છે.

એવામાં કોરોના સંક્રમણ સામે લોકોને ફટાફટ રસી મળી જાય તે હેતુથી પાલિકા દ્વારા પ્રયાસો યથાવત રાખવામાં આવ્યાં છે. આજે શહેરમાં પહેલો ડોઝ કોવિશિલ્ડ માટે 24 સેન્ટર જ્યારે બીજા ડોઝ માટે 140 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. જ્યારે ફોરેન ટ્રાવેલ કરતા લોકો માટે 2 સેન્ટર ફાળવવામાં આવ્યાં છે. સાથે જ કોવેક્સિન રસી લેનારા માટે 11 સેન્ટર કાર્યરત છે.

હાલમાં જ આવેલા રિપોર્ટ અનુસાર પુણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ (SII)એ આપણા દેશમાં બૂસ્ટર ડોઝ તરીકે કોવીશિલ્ડ વેક્સિન માટે DCGI સમક્ષ મંજૂરી માગી છે. આ પહેલાં કંપનીના CEO અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે આ નવા વેરિયન્ટનો સામનો કરવા માટે સીરમ ઈન્સ્ટીટ્યૂટ કોવિશીલ્ડનો બૂસ્ટર ડોઝ બનાવી શકે છે.


થોડા સમય પહેલા આવેલા તૌકતે નામના વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી, જેના બાદ હવે ગુજરાતના માથે વધુ એક વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે, છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસાદ છાયું વાતાવરણ છે. કેટલાક સ્થળો ઉપર વરસાદ પણ વરસ્યો છે, ત્યારે હવે આવનાર થોડા જ દિવસમાં ગુજરાતમાં વાવાઝોડાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં બની રહેલ દબાણને કારણે ફરીથી વાવાઝોડાનું સંકટ માથા પર મંડરાયુ છે. આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા પર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં એક તોફાન આકાર લઈ રહ્યુ છે, જે 4 ડિસેમ્બર એટલે કે શનિવાર સુધી આંધ્રપ્રદેશ, ઓરિસ્સાના દરિયા કિનારો પહોંચી જશે. જેને જવાદ (JAWAD) વાવાઝોડુ નામ આપવામાં આવ્યું છે. થોડા સમય બાદ આ ચક્રવાતી તોફાનનું રૂપ લઈ લેશે.

જેની અસર ગુજરાતમાં થશે. IMDએ જણાવ્યું છે કે મંગળવારે દક્ષિણ થાઈલેન્ડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશર સર્જાયું છે અને સાંજે સેન્ટ્રલ આંદોમાન સીમાં આગળ વધશે અને ૧ તારીખે બુધવારે સવારે 8.30 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં મંડરાયેલું રહેશે. હવામાન વિભાગે કહ્યું કે 4 ડિસેમ્બરની સવારે આ વાવાઝોડું ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયા કિનારે પહોંચશે.

જવાદ વાવાઝોડાના અસરના ભાગરૂપે માછીમારોને એલર્ટ કરી દેવાયા છે. હાલ તેઓને સુરક્ષિત કાંઠા પર પરત ફરવા માટે કહેવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં હલચલને કારણે મોસમ વિભાગે આજથી ચાર દિવસ ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આ ઉપરાંત મોસમ વિભાગે મુંબઈમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.

હવામાન વિભાગણા જણાવ્યા અનુસાર થાઈલેન્ડ અને તેની આસપાસના વિસ્તારમાં બુધવારે હવાનું દબાણ બનશે. આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી આ વાવાઝોડું પહોંચી શકે છે. આ સાથે જ તે 2 ડિસેમ્બરે દક્ષિણ- પૂર્વ અને મધ્ય ખાડીમાં પહોંચશે. આ પછી તે 4 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા સાથે અથડાય કેવી પણ શક્યતા છે. અહીં અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વાદળ છાયા વાતાવરણ અને વરસાદી ઝાપટાના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માવઠાની અસર તેમના પાક ઉપર પણ થતી જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવશે અને તેનાથી 2 ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી જશે. હવામાન વિભાગે ખેડૂતોને પાક સાચવવા માટે ખાસ સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે છેલ્લાં 130 વર્ષમાં ડિસેમ્બર મહિનામાં બંગાળ સાગરમાં કોઈ ચક્રવાત નહોતું આવ્યું, પણ ભારત મહાસાગરમાં ડિસેમ્બરમાં ચક્રવાત આવ્યા છે. 1964માં ડિસેમ્બર મહિનામાં દક્ષિણ આંદામાન સાગરમાં એક ચક્રવાત ઊભું થયું હતું. આને લીધે 280 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વરસાદ થવાની સાથે દરિયામાં પણ ઊચી લહેર ઊઠી હતી.

Niraj Patel