BIG NEWS : આવી રહ્યું છે વાવાઝોડું ‘જવાદ’, આગામી 48 કલાક ‘ભારે’ – જાણો હવામાન વિભાગે શું કહ્યું

તૌકતે વાવાઝોડાએ ભારત સમેત ગુજરાતમાં પણ ભારે તબાહી સર્જી હતી, ત્યારે હવે વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહયો છે, આ વાવાઝોડાનું નામ “જવાદ” આપવામાં આવ્યું છે. હાલ ભારતના અનેક રાજ્યોમાં કમોસમી વરસાદથી હાલાત બગડેલા છે. આ બધા વચ્ચે હવામાન ખાતા એ અલર્ટ જાહેર કરી છે અને આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન જવાદના મજબૂત થવાના આસાર છે.

આગામી 48 કલાક કલાકમાં પ્રેશરનાં કારણે 3 ડિસેમ્બરે આ વાવાઝોડાના રૂપમાં ત્રાટકી શકે છે. આ તોફાન ચોથી ડિસેમ્બરે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે ત્યારે તમામ જિલ્લાઓમાં અલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં બની રહેલા હળવા દબાણના કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશા પર ચક્રવાતી તોફાન જવાદનો સાયો મંડરાઈ રહ્યો છે.

ચક્રવાતી તોફાન જવાદના કારણે આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના કાંઠા વિસ્તારોમાં હવામાન બગડવાની આશંકા છે. હવામાન ખાતાએ આ રાજ્યોમાં પૂરપાટ પવન ફૂંકાવવાની સાથે સાથે ભારે વરસાદ અંગે અલર્ટ જાહેર કરી છે. શનિવાર સુધીમાં આંધ્ર પ્રદેશ અને ઓડિશાના કાંઠે પહોંચી શકે છે.

ત્યારબાદ આ ચક્રવાતી તોફાન જવાદનું રૂપ લેશે. તેને લઈને સમુદ્રી કાંઠાની આજુબાજુ રહેનારા માછીમારોને અલર્ટ કરી દેવાયા છે અને તેમને સુરક્ષિત સ્થળો પર પહોંચવાનું કહેવાયું છે. ભારતીય મોસમ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યેલો અલર્ટ આપવામાં આવ્યું છે

Niraj Patel