શું નવરાત્રીના છેલ્લા દિવસો બગાડશે વરસાદ ? અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે વરસાદની કરી આગાહી, જુઓ શું કહ્યું ?
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Cyclone forecast in Gujarat Ambalal : નવરાત્રી દરમિયાન ગુજરાતની અંદર વરસાને લઈને આગાહી હતી પરંતુ દૂર દૂર સુધી વરસાદના કોઈ એંધાણ દેખાય નહીં, હા કેટલાક ક્ષેત્રોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો, પરંતુ જે રીતે આગાહી હતી એવો વરસાદ ના વરસ્યો. પરંતુ વર્ષ 2023ની શરૂઆતથી જ વાતાવરણ કંઈક અલગ પ્રકારનું લાગી રહ્યું છે, ત્યારે અરબી સમુદ્ર પણ વધુ એક્ટિવ બન્યો છે અને વરંવાર સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાતના વાતાવરણમાં પણ જોવા મળી રહી છે.
અંબાલાલ પટેલની આગાહી :
હાલ ગુજરાતની અંદર ખેડૂતોનો ચોમાસુ પાક પણ તૈયાર થઇ ગયો છે. તેવામાં અરબી સમુદ્રમાં બનેલી વધુ સિસ્ટમે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરાવી દીધો છે. હાલ અરબ સાગરમાં દક્ષિણ પૂર્વ-દક્ષિણ મધ્યમમાં એક લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે 21 ઓક્ટોબર સુધીમાં ડિપ્રેશન બનવાની શક્યતા છે. જોકે, આ સિસ્ટમ પર હવામાન વિભાગ દ્વારા મોનિટરિંગ ચાલી રહ્યું છે. આ મામલે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અગાઉ અનુમાન જાહેર કર્યું હતું કે, 17 ઓક્ટોબરથી એક સિસ્ટમ અરબી સમુદ્રમાં આકાર લેશે.
ગુજરાતમાં આવશે વાવઝોડું :
ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રમાં વાવાઝોડાની પ્રકિયા શરુ થઇ ગઈ છે. 20 ઓક્ટોબરે સિસ્ટમ મજબુત બનશે. 21થી 24 ઓક્ટોબરના વાવાઝોડું વધુ મજબુત થશે. તેની ગતિ 150 અથવા 170 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ રહેવાની શક્યતા છે. વાવાઝોડું ઓમાન તરફ જઈને ટન લે તેવી શક્યતા છે. હજુ લો પ્રેશર બન્યું છે. પરંતુ વાવાઝોડું બન્યા બાદ ટ્રેક નક્કી થશે. હાલ તો ઓમાન તરફ જશે તેવું અનુમાન છે. પરંતુ વાવાઝોડું બન્યા બાદ વારંવાર ટ્રેક બદલાતો હોય છે. પરંતુ 21થી 24 ઓક્ટોબરના ગુજરાતના અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.
આ તારીખોમાં થશે વરસાદ :
તેમને એમ પણ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગમા હળવો વરસાદ થઇ શકે છે. તારીખ 21મીથી આ વધારે મજબૂત બનશે. તારીખ 22, 23 અને 24માં ભારે ચક્રવાતના સંજોગો ઉભા થશે અને સિવિયર સાયક્લોન બનશે. જેના કારણે અરબી સમુદ્રમાં મોટો ઘેરાવો થશે. આ ઘેરાવાને કારણે તારીખ 21થી 23માં સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગો અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.”
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં