હજુ નથી મેઘરાજાએ નથી કર્યા ખમૈયા ! આગામી આટલા કલાક બહુ જ ડેન્જર; 29 અને 30 ઓગસ્ટએ જુઓ શું શું થવાનું છે

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 238 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકામાં 12 ઈંચ વરસાદ વરસ્યો જ્યારે કચ્છના અબડાસામાં 11 ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે હજુ પણ 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાનની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ અનુસાર, ગુજરાતના માથે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાવાને કારણે વરસાદી માહોલ જોવા મળ્યો છે.

ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થવાને પગલે હજી પણ વરસાદ રહેશે. આગામી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઇ છે. 28, 29 અને 30 ઓગસ્ટે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે. કચ્છમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇને કચ્છ કલેક્ટર દ્વારા તમામ નાગરિકોને સર્તક રહેવા ખાસ અનુરોધ કરાયો છે. પાણી જોવા તેમજ પ્રવાસન સ્થળોએ ન જવા અપીલ કરાઈ. પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યુ, રાજ્યમાં આગામી 36થી40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે.

કેટલાક વિસ્તારોમાં 15 ઈંચથી વધારે વરસાદ નોંધાશે. આગામી 36 કલાક બહુ જ ડેન્જર છે. ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, દ્વારકા, જામનગર, મોરબી, આણંદ, નડિયાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, પોરબંદર અને કચ્છના દરિયાઈ કાંઠા માટે આગામી 36 કલાક બહુ જ ભારે છે. આ જિલ્લાઓને સુપર રેડ એલર્ટ આપી શકાય એવું પરેશ ગોસ્વામીએ જણાવ્યુ હતુ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે,

તેમના અનુસાર આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારેની વરસાદ અને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ શકે છે. જૂનાગઢ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, મોરબી તેમજ પોરબંદરના ભાગોમાં તેમણે ભારે વરસાદની આગાહી કરી છે. કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી અંબાલાલે કરી છે. રાજ્યમાં વરસાદી માહોલ 28 ઓગસ્ટ સુધી યથાવત રહેશે. 28 ઓગસ્ટ બાદ રાજ્યમાં વરસાદી જોર ધીમે ધીમે ઓછું થશે.

Shah Jina