ગુજરાતમાં નવરાત્રિના આઠમા દિવસથી શરૂ થયેલ વરસાદ દશેરાએ ગુજરાતના 39 તાલુકામાં વરસ્યો. શનિવારે દશેરાએ સૌથી વધુ જૂનાગઢના માળિયા હાટીનામાં સવા ઈંચ વરસાદ વરસ્યો. ચોમાસાની વિદાય વચ્ચે વરસાદની રિએન્ટ્રી થઈ જો કે હવેના દિવસો વધુ ખતરનાક આવશે એવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. અંબાલાલ પટેલે ડિસેમ્બર સુધીની આગાહી કરી છે.
વાવાઝોડું, માવઠું, કાતિલ ઠંડી બધુ જ જોવા મળશે. બંગાળના ઉપસગારમાં આ મહિને વાવાઝોડાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. અંબાલાલે કહ્યુ- ભૌગોલિક સ્થિતિ જોતા અરબસાગરમાં 14 થી 15 ઓક્ટોબર સુધીમાં ભેજના કારણે વરસાદની શક્યતા છે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વારસાદ રહેશે. અરબ સાગરમાં 17 ઓક્ટોબરથી ભારે પવન ફૂંકાશે અને ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે છે જેને કારણે ગુજરાતમાં 22 ઓક્ટોબર સુધીમાં વરસાદ રહેશે.
અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ આગાહી કરી છે. તેમણે જણાવ્યુ- દિવાળી આસપાસ વાદળવાયુ રહી શકે છે. 7 નવેમ્બર બંગળાની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે. 17-18-19 નવેમ્બર તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા છે.