જીવનશૈલી રસપ્રદ વાતો

પપ્પાએ લઇ આપી સાયકલ, બાળકની ખુશીથી ભરેલ વિડીયો સીધો તમારા દિલમાં ઉતરી જશે

આપણા બાળક હોઈએ ત્યારે ઘરમાં કોઈ નવી વસ્તુ આવે તો આપણે કેવા ખુશ થઈ જઈએ છીએ, કોઈ નવું વાહન કે નવી વસ્તુ ઘરમાં આવે એટલે દરેક બાળકને ખુશી ચોક્કસ આપે છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વિડિઓ આજે ઘણા બધા લોકોની ખુશીનું એક કારણ બન્યો છે, આ વિડિઓ જેને પણ જોયો હશે તે પોતાના ઘરમાં આવેલી કોઈ નવી વસ્તુને જોઈને ખુશ થયો હશે એની યાદ અપાવી ગયો હશે.

આ વિડીઓમાં એક બાપ નવી સાયકલ લાવે છે અને તેની પૂજા કરતા નજરે આવે છે, સામે ઉભેલા બાળકને એ નવી સાયકલ ઘરમાં આવવાની ખુશી, ઘરમાં એક લક્ઝુરિયસ કાર આવ્યા બરાબર છે. એ નાના બાળકના કેટલાય સપનાઓ એ સાયકલની પાછળની સીટ ઉપર રોપાય ગયા હશે, પોતાનું દફ્તર ભરવી શાળાએથી એના પપ્પા એને પાછળ બેસાડી લઈને જશે, ગામ વચ્ચે સાયકલ પાછળ બેસી પોતાના મિત્રો સામે હાથ હલાવી જાણે પોતે એક મોટી સવારી ઉપર બેઠો હોય એવો એને ગર્વ થશે અને આવા તો કેટલાય સપના એની આંખોમાં ઘરમાં સાયકલને આવેલી જોઈને રોપાયેલા જોઈ શકાય છે.

તમે પણ જુઓ આ બાળકની આંખોની ખુશી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.