અજબગજબ

દુનિયાની સૌથી અનોખી માછલી જેની પાસે છે ત્રણ દિલ, જાણો શા કારણે છે તે ખુબ જ કિંમતી ?

ધરતી ઉપર ઘણા બધા એવા જીવ છે જે ખુબ જ એનોખો હોય છે, અને આવા જીવ જોવા પણ ભાગ્યે જ મળે, આપણે બધા જાણીએ છીએ કે લોહીનો રંગ લાલ હોય છે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે લોહીનો રંગ લીલો અને ભૂરો પણ હોઈ શકે? દરેક જીવ પાસે એક જ હૃદય છે, પણ શું કોઈ જીવની પાસે ત્રણ હૃદય હોઈ શકે?

Image Source

વાંચીને નવાઈ લાગેને પણ આ હકીકત છે, આપણી પૃથ્વી ઉપર એક એવો જીવ છે જેના લોહીનો લરંગ લીલો અને ભૂરો છે અને તેની પાસે ત્રણ હૃદય છે, આ જીવ એક માછલી છે અને તેને કટલફીશના નામે ઓળખવામાં આવે છે. આ માછલી ઊંડા સમુદ્રની અંદર રહે છે.

Image Source

બીજી એક ખાસ ખાસિયત આ માછલીની છે કે તે પોતાનો રંગ પણ બદલી શકે છે, જેના કારણે સમુદ્રમાં તેને જોઈ શકવી પણ ખુબ જ મુશ્કેલી ભર્યું છે. તેના શરીરમાં રહેલા લીલા અને ભૂરા રંગના કારણે તેની અંદર ખાસ પ્રકારનું પ્રોટીન પણ રહે છે. આ પ્રોટીનમાં કોપર એટલે કે તાંબું હોય છે કેમ લાર્મે તેનું લોહી લીલું અને ભૂરું થાય છે.

Image Source

આ માછલીની બીજી એક ખાસિયત એ પણ છે કે જયારે તેના ઉપર કોઈ દુશ્મન હુમલો કરે છે ત્યારે તે એક ઘાટા રંગનો ધુમાડો બહાર કાઢે છે જેના કારણે દુશ્મન લગભગ આંધળો જ થઇ જાય છે. આ ઉપરાંત તેના શરીરમાં ત્રણ દિલ પણ છે.

Image Source

કટલફીશ માછલી દરિયાની અંદરના કરોડરજ્જુ વિનાના પ્રાણીઓમાં સૌથી બુદ્ધિશાળી જીવ છે. તેની પાસે ઓક્ટોપસની જેમ ચાર ભુજા પણ છે. એટલું જ નહિ તેનો શંખ બહાર હોવાની જગ્યાએ તેના શરીરની અંદર જ હોય છે જેના કારણે તે સરળતાથી સમુદ્રના ઊંડાણમાં પહોંચી શકે છે.

Image Source

આ માછલીઓની 120 પ્રજાતિઓ છે અને તે દરિયાની અંદર જ જોવા મળે છે. આ માછલીઓની માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં ખુબ જ પુષ્કળ છે સાથે આ માછલીઓને લોકો લાખો રૂપિયામાં ખરીદવા માંગે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.