ગુજરાતના કોઈપણ ખૂણે જઈને તમે કોઈ પણ યુવાન છોકરા કે છોકરીને તેના ગમતા ગુજરાતી અભિનેતા વિશે પૂછશો તો સૌથી પહેલું નામ આવશે મલ્હાર ઠાકરનું. “છેલ્લો દિવસ” ફિલ્મથી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર મલ્હાર આજે લાખો ગુજરાતીઓના દિલમાં વસી ગયો છે.
View this post on Instagram
ફિલ્મોમાં અભિનયની સાથે સાથે પોતાના દેખાવના કારણે પણ ઘણા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, યુવાન છોકરીઓતો મલ્હારની એક ઝલક મેળવવા માટે તડપી રહે છે, મલ્હાર જ્યાં પણ જાય ત્યાં તેને જોવા માટે ચાહકોના ટોળા ઉમટે છે. અને આ મલ્હારની એક લોકપ્રિય અભિનેતા તરીકેની આગવી ઓળખ છે, તેની સાથે સેલ્ફી પડાવવા પણ લોકો જાણે આધીરા બનતા હોય છે, તેની ફિલ્મોની પણ દર્શકો આતુરતાથી રાહ જુએ છે. આવા મલ્હાર ઠાકરને પડદા ઉપર અને પડદાની બહાર જોવો દરેકને ગમે છે.
View this post on Instagram
ટૂંક સમયમાં જ મલ્હાર “ગોળકેરી”નામની એક ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યો છે, દર્શકો પણ આ ફિલ્મની આતુરતાથી રાહ પણ હવે જોવા લાગ્યા છે, ફિલ્મનું પહેલું ગીત “સોણી ગુજરાતની” માત્ર ગણતરીના દિવસોમાં 10 લાખ કરતા પણ વધુ વખત જોવાઈ પણ ગયું છે. આ ગીતમાં જ મલ્હાર એક નવા અંદાઝ અને નવા દેખાવ સાથે જોવા મળ્યો અને તેની આ નવીન અદા ઉપર પણ ઘણા લોકો ફિદા થઇ ગયા.
View this post on Instagram
મલ્હારને ફિલ્મો બાદ તો ઘણા લોકોએ આંખોમાં વસાવ્યો પરંતુ મલ્હારના બાળપણથી હજુ ઘણા લોકો અજાણ છે, ટીવી ઉપર અને સમાચાર પત્રોમાં આવતા કેટલાક ઇન્ટરવ્યૂમાં તેના જીવન વિશે પણ ઘણા લોકો જાણતા હશે પરંતુ તેના બાળપણને જોવાના લાહ્વો પહેલીવાર તમને ગુજ્જુરોક્સ આપવા માટે જઈ રહ્યું છે.
View this post on Instagram
અમે લઈને આવ્યા છીએ મલ્હાર ઠાકરના બાળપણથી લઈને આ ઉંમર સુધીના સુંદર ફોટોગ્રાફનું એક આગવું કલેક્શન જે તમને અહીંયા સિવાય બીજે ક્યાંય જોવા નહિ મળે. તો પોતાના હૈયા ઉપર હાથ રાખી અને જોવા તૈયાર થઈ જાઓ મલ્હારના બાળપણના મનમોહક ફોટોગ્રાફ.
આ છે સૌથી નાનો મલ્હાર, જેને આજ પહેલા તો તમે ક્યારેય નહીં જોયો હોય, બાજુમાં ઉભા રહેલા તેના પપ્પાના ચહેરા ઉપરથી તમને થોડો અંદાજ તો આવી જ જશે કે આ મલ્હાર છે, પણ ભાઈ આપનો મલ્હાર બાળપણથી જ ક્યૂટ છે હો એ વાત તો સો ટકા સાચી.
આ ફોટો જોઈને દરેકને પોતાનું બાળપણ ચોક્કસ યાદ આવે, પરંતુ આ આપણા બાળપણનો નહિ પણ આ મલ્હાર ઠાકરના બાળપણનો ફોટો છે, બાળપણથી તેનામાં અભિનયના ગુણ આ ફોટા દ્વારા છલકી રહ્યા છે એવું ચોખ્ખુ દેખાઈ રહ્યું છે.
જુવો આ બાળ સાધુ મહારાજને, હાથમાં તાંબાનો લોટો લઈને નીકળી પડ્યા છે ભક્તિ કરવા માટે, દેખાય છે ને ચહેરા ઉપર એક મર્માળુ હાસ્ય, આ મલ્હારને ક્યારેય તમે સપનામાં પણ નહિ જોયો હોય, આજે જયારે મસ્ત વધેલી દાઢીમાં મલ્હારને જોઈને કેટલાય પાગલ થઈ જાય છે ત્યારે આ ક્યૂટ બાળ મલ્હારને જોઈને કેટલા લોકો ઘાયલ થશે એનો આંકડો તો આર્ટિકલની કોમેન્ટમાં જ મળશે.
કાનુડો કામણગારો, પહેલાના સમયમાં મોટાભાગના લોકો પાસે આવા કાનુડાના ડ્રેસમાં એકાદ ફોટો તો હશે જ તો આપણા સાહેબ મલ્હાર ઠાકર કેમ બાકી રહેવાના હતા, આજે ગોપીઓ માટે ખરા કાનુડા થઈને ફરતા મલ્હાર ઠાકરને અમે બાળપણના કાનુડાના રૂપમાંથી પણ શોધી જ લીધા. ભલે આજે મલ્હારના હાથમાં વાંસળી નથી પરંતુ ઘણી ગોપીઓ આજે પણ તેની દીવાની છે.
આ જુઓ નટખટ મલ્હારને, દેખાય છે ને એકદમ મસ્તીખોર, આજે પણ મલ્હારનો ચહેરો ભલે બદલાઈ ગયો હોય પરંતુ તેની મસ્તી આજે પણ એવી જ છે અને આ વાત મલ્હારની આસપાસ રહેનારાઓ બહુ સારી રીતે જાણતા હશે, આપણે પણ ક્યારેક કોઈ સોશિયલ મીડિયા ઉપર મલ્હારની મસ્તીને જોઈ જ હશે.
આ ચહેરા ઉપર બ્લશ કરતા આપણા મલ્હાર સાહેબ, આજે પણ એમ જ બ્લશ કરે છે, આ ફોટાને અને આજના ફોટાને મેચ કરીને જોજો, બસ ચહેરો બદલાયો છે બાકી જે બાળપણમાં મલ્હાર હતો એ આજે પણ એજ છે.
આ આપણા સાહેબ, હવે આમ તમને થોડા થોડા ઓળખાઈ જશે. આ તેમના ભણતર સમયનો ફોટો છે અને એમને મિત્રો આજે પણ ઘણા બનાવ્યા અને એ સમયે પણ એમની મિત્રતા સૌને ગમતી એની એક ઝલક તો આ ફોટામાં જ દેખાઈ આવે છે.
આ ફોટા તમે જે જોઈ રહ્યા છો તે હાઉસફુલ-4ના બાલા વાળા ગીત ઉપર ડાન્સ કરતો ફોટો નથી, પરંતુ ખૂણામાં જોશો તો સમજાઈ જશે કે આ ફોટામાં તમારી સ્ક્રીનની જમણી તરફ દેખાતી વ્યક્તિ કોણ છે? જુઓ તો ખરા!! છે ને આપણા મલ્હાર ભાઈ, તમે પણ ખુશ થઇ ગાયને આ ફોટો જોઈને…!!!
આ ફોટામાં મોટો થતો મલ્હાર તમે જોઈ શકો છે, ખુબ જ શાંત અને કહ્યાગરો, ડાહ્યા ડાહ્યા બાબલા જેવો લાગે છે ને? આ ફોટો જયારે પાડ્યો હશે ત્યારે કોઈને ખબર હતી કે આજે મલ્હાર આ રીતે પ્રખ્યાત થઇ જશે?
ક્યુટનેસ તો આ ફોટામાં પણ છલકી રહી છે સાહેબની, જુઓ તો ખરા કેવી મીઠી મીઠી સ્માઈલ છે, આય…હાય… ઘાયલ કરી દીધા હો સાહેબ…!!
આ ફોટામાં પતંગ રસિયા મલ્હારને જોઈ શકાય છે, ધાબે પડેલી બેગ એ પણ બતાવે છે કે ટ્યુશન કે સ્કૂલમાંથી સાહેબ સીધા જ ધાબા ઉપર પહોંચી ગયા છે, પતંગ ચગાવવા માટે. મોજ છે હો બાકી મલ્હારની.
જીવનમાં દોસ્તો હોય પણ દોસ્તો સાથે મસ્તી ના હોય તો જિંદગી શું કામની? જુઓ મલ્હારને પહેલાથી જ કેવો બિન્દાસ દોસ્તો સાથે મસ્તી કરી રહ્યો છે, બીજા ફોટામાં એ કોને જોઈને મલકાય છે એ તો મલ્હાર ખુદ જ કહી શકશે પણ આપણે તો બસ એટલું જ કહીશું, “કુછ તો ગડબડ હે!!!!”
આ આવ્યા આપણા અસલ હીરો. ક્યૂટ, ચાર્મિંગ ચોકલેટી બોય મલ્હાર ઠાકર. આ ફોટાને જોઈને તો કઈ કેટલાય મલ્હારના દીવાના થઇ ગયા છે, બ્લેક શર્ટ અને બ્લેક ચશ્માંમાં તો હૈયાના તારને હચમચી જાય છે.

આ મૂછછડ બીજું કોઈ નહિ પરંતુ આપણા મલ્હાર ભાઈ જ છે, આ એમનો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”ના શૂટિંગ દરમિયાનનો ફોટો છે.

આ ફોટો પણ “તારક મહેતા…” ધારવાહિકનો જ છે, બંને ફોટામાં ભલે મલ્હાર અલગ અલગ દેખાતો પણ તેને આ ધારાવાહિકમાં પણ કામ કર્યું હતું અને ટીવી પર પહેલીવાર મલ્હારને લોકોએ એ સમયે નિહાળ્યો, જો તમે હજુ એ એપિસોડ નથી જોયો તો એ પણ અમે તમારા માટે લઈને આવ્યા છે, જુઓ નીચેનો વિડિઓ:
આ હતા આપણા સાહેબ ઉર્ફ મલ્હાર ઠાકરના કેટલાક એવા ફોટા જેને તમે આજ પહેલા ક્યારેય નહિ જોયા હોય, જો તમને પણ આ ફોટા અને આ લેખ ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવજો જરૂર.
તમને મલ્હાર વિશેના આ બીજા આર્ટિકલ પણ વાંચવાના જરૂર ગમશે, જેમાં મલ્હાર વિશેની ઘણી વાતો આલેખાયેલી છે, એક ક્લિકે વાંચો:
ગુજરાતના સુપરસ્ટાર, મલ્હાર ઠાકરના ક્યારેય નહિ જોવા મળે એવા ફોટા, બાળપણથી લઈને આજ સુધીનું સૌથી બેસ્ટ કલેક્શન, ક્લિક કરી જુઓ
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.