બેડ પર સુતેલી આ ક્યૂટ બાળકી છે બોલિવૂડની ટોચની અભિનેત્રી, ત્રણેય ખાન સાથે કર્યું છે કામ

બોલિવૂડ સેલેબ્સની તસવીરો સોશિયલ મીડિયા પર અવાર નવાર વાયરલ થતી રહે છે. ખાસ કરીને લોકોને તેમના બાળપણની તસવીરો જોવાનું ખૂબ ગમે છે. આજકાલ એવું લાગે છે કે સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ શરૂ થયો છે કે ફેન પેજ તેમના ફેવરિટ સ્ટાર્સની તસવીર પોસ્ટ કરીને તેમને ઓળખવા માટે ચેલેન્જ આપે છે. આ ક્રમમાં ફરી એક બાળકીનો ફોટો સામે આવ્યો છે, જેને લોકો ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ છોકરી આજના સમયમાં બોલીવુડની ટોચની અભિનેત્રી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ ફોટામાં, જોઈ શકાય છે કે એક નાની છોકરી તેના ભાઈ સાથે બેડ પર સુતેલી છે. આ છોકરીએ પીળા રંગનું ફ્રોક પહેર્યું છે. તસવીરમાં જે રીતે છોકરી હસી રહી છે તેણે લોકોના દિલ જીતી લીધા છે. શું તમે કહી શકો છો કે આ છોકરી કોણ છે? જો તમે હજી પણ તમે તેને ઓળખી ન શક્યા હોય તો અમે તમને જણાવી દઈએ કે, તે બીજું કોઈ નહીં પણ આજના સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રી અને ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા છે.

આ ફોટો બોલિવૂડ ગેલેક્સી નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેના પર લોકોની અઢળક કોમેન્ટ આવી રહી છે. અનુષ્કા શર્માના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ઝુલન દેવીની બાયોપિક ફિલ્મમાં જોવા મળશે. નોંધપાત્ર વાત એ છે કે પુત્રી વામિકાને જન્મ આપ્યા બાદ અનુષ્કા થોડા સમય માટે ફિલ્મોથી દૂર રહી હતી. જોકે, ટૂંક સમયમાં અભિનેત્રી મોટા પડદા પર પુનરાગમન કરતી જોવા મળશે.

આ સમયે બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા ટી-20 વર્લ્ડ કપ માટે તેના પતિ વિરાટ કોહલી સાથે યુએઈમાં છે. અનુષ્કાએ દુબઈની હોટલમાંથી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જ્યાં ભારતીય ટીમ પાકિસ્તાન સામે આગામી ટી-20 વર્લ્ડ કપ મેચ માટે રોકાઈ રહી છે. અનુષ્કા શર્માની આ લેટેસ્ટ પોસ્ટ તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને તેઓ તેના પર ઘણી કોમેન્ટ પણ કરી રહ્યા છે. અનુષ્કાની તસવીરોમાં વિરાટ કોહલી પણ જોઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા હાલમાં વિરાટ સાથે ક્વોરેન્ટાઇનમાં છે.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)


અનુષ્કાએ શેર કરેલી તસવીરોમાં વિરાટને થોડે દૂર ઉભા રહીને નીચે લોનમાંથી ‘હાય’ કહેતા જોઈ શકાય છે. આ તસવીરો શેર કરતાં અનુષ્કા શર્માએ તેના કેપ્શનમાં લખ્યું, ‘આ બે કેપ્શનમાંથી પસંદ ન કરી શકી – Quarantine makes the heart fonder & Love in the time of bubble life # ઓહ, તમે સમજી ગયા!’ અનુષ્કાએ આ પોસ્ટ શેર કર્યાને હજુ થોડા કલાકો જ વીત્યા છે, અને આટલા ઓછા સમયમાં તો આ પોસ્ટને 19 લાખથી વધુ લાઈક્સ મળી ગઈ છે. રણવીર સિંહ, સાનિયા મિર્ઝા જેવા ઘણા સ્ટાર્સે અનુષ્કા શર્માની પોસ્ટ પર કોમેન્ટ પણ કરી છે.

YC