નાની ટેણકી દ્વારા ભારતીય સેનાના જવાનોનું એવા ખાસ અંદાજમાં કરવામાં આવ્યું સન્માન કે વીડિયો જીતી રહ્યો છે કરોડો લોકોના દિલ, જુઓ

ભારતીય સેનાના જવાનો માટે દેશના દરેક વ્યક્તિને એક આગવું માન છે. પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશના કરોડો લોકોના જીવની ચિંતા કરી રહેલા સૈનિકો ઉપર કોને માન હોય? જયારે પણ સૈનિક રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે તેમને દિલથી સલામ કરવાનું મન થઇ જાય. સોશિયલ મીડિયામાં પણ સૈનિકોનું સન્માન કરતા ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ એક નાની બાળકીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેણે સૈનિકના સન્માન માટે એવું કર્યું કે કરોડો લોકોનું દિલ જીતી લીધું.

આ વીડિયોમાં સેનાના કેટલાક જવાનો મેટ્રો સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉભા જોઈ શકાય છે. ત્યારે એક છોકરી તેમની નજીક દોડે છે. આ પછી જે થયું તે જોઈને બધાનું દિલ તે નાની બાળકી પર આવી જાય છે. બાળકી દોડીને જાય છે અને એક સૈનિકના ચરણ સ્પર્શ કરવા લાગે છે. આ જોઈને સૈનિકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આપણે બધા જાણીએ છીએ કે સેનાના જવાનો સરહદ પર ઉભા છે, તેથી જ આપણો પરિવાર સુરક્ષિત છે. તે છતાં પણ કેટલાક લોકો આ શુરવીરોને સલામ કરવાનું ટાળે છે. આવા લોકો માટે આ બાળકી એક ઉદાહરણ છે. આટલી નાની ઉંમરે પોતાના દેશની રક્ષા કરનારા સૈનિકોની હિંમતને સમજવી એટલું જ નહીં, પણ તેમનું સન્માન કરવું એ ખરેખર સારી વાત છે. આ માટે તેના માતા-પિતા પણ પ્રશંસાને પાત્ર છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર શેર કરવામાં આવી રહ્યો છે અને અત્યાર સુધી લાખો લોકો આ વીડિયોને જોઈ ચુક્યા છે. સાથે જ ઘણા લોકો આ બાળકીના સંસ્કારોની પ્રસંશા પણ કરી રહ્યા છે તો કોઈ તેના માતા પિતાના પણ વખાણ કરી રહ્યા છે. આ વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો છે તેના વિશેની કોઈ જાણકારી હજુ પ્રાપ્ત નથી થઇ.

Niraj Patel