નાની બાળકીએ પ્રધાનમંત્રી સામે કરી શિક્ષકોની ફરિયાદ, કહ્યું-આટલી અમથી તો ઉમર છે અમારી, રમવાનો સમય જ નથી

બાળકીએ નરેન્દ્ર મોદી સામે કરી એવી ક્યૂટ અપીલ, કહ્યું-રમવાની ઉંમરમાં એટલું કામ આપે છે, કે બીજો સમય જ નથી મળતો, જુઓ ક્યૂટ વીડિયો

ઈન્ટરેન્ટની દુનિયામાં તમામ પ્રકારના વિડીયો જોવા મળી જાય છે, જેમાના અમુક પ્રેરણાત્મક અમુક ફની તો અમુક તો એટલા વિચિત્ર હોય છે કે તેના પર વિશ્વાસ જ કરવો અશક્ય બની જાય છે. સોશિયલ મીડિયા પર તમે નાના બાળકોના ફની કે ક્યુટ વિડીયો પણ જોયા હશે, જેને જોઈને દિવસભરનો થાક ઉતરી જાય. એવો જ એક વિડીયો નાની બાળકીનો સામે આવ્યો છે જેમાં તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે પોતાના ટીચરની ફરિયાદ કરતી જોવા મળે છે.

વીડિયોમાં બાળકી કહી રહી છે કે,”હેલો મોદીજી, તમે કેમ છો? મારું નામ અલીજા છે. મારા સ્કૂલવાળા મને એટલું કામ આપે છે કે મને કઈ બીજું કરવાનો સમય જ નથી મળતો, દરેક વખત કામ કામ ને કામ જ રહે છે અને તે લોકોને ખબર નથી પડતી કે અમે કેટલું વર્ક કરીએ છીએ. તેઓ એવું વિચારે છે કે બાળકો વર્ક કરી લેશે. તમે જ તો કીધું છે ને કે બાળકોને થોડું રમવા કૂદવા પણ આપવું જોઈએ. પણ તેઓ તો અમને રમવા પણ નથી દેતા. માત્ર એક જ દિવસની રજા મળે છે. મારી મમ્મી પણ પરેશાન છે. તેને તમે સમજાવો એ આટલું બધું વર્ક બાળકોને ન આપે.અમારી આટલી અમથી તો ઉંમર છે, અમે શું કરીએ. જ્યારે અમે મોટા થઇ જઈએ ત્યારે વધારે કામ આપે. આટલી નાની ઉંમરમાં કોણ આટલું વર્ક કરે!”

વીડિયોમાં બાળકી પોતાની શાળાના નામનો પણ ઉલ્લેખ કરે છે.આ કયુટ નાની બાળકીનો વીડિયો @kumarayush084 નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 16 હજારથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે,અને હજારો લોકોએ લાઇક પણ કર્યો છે. વીડિયો પર લોકોએ નાના-નાના ખભા પર આટલું બધું વજન વાસ્તવમાં ચિંતાનો વિષય છે, બાળકો કરતા વધારે તો તેમની સ્કૂલ બેગનું વજન હોય છે, આટલી નાની ઉંમરમાં બાળકોને મેન્ટલી પ્રેશર ન આપો, મોદીજી સુધી ચોક્કસ તમારી વાત પહોંચશે વેગેરે જેવી કમેન્ટ્સ કરી છે.

Krishna Patel