અજબગજબ

Very Funny Video: વાળ કાપતી વખતે નાઈને ધમકી આપતા આ બાળકનો વિડીયો જોઈને તમે પણ તેના ફેન બની જશો, જુઓ કેટલો ક્યૂટ ગુસ્સો કરે છે

સોશિયલ મીડિયાની અંદર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અને તેમાં પણ નાના બાળકોની ક્યુટનેસના વિડીયો જોવાના કોને ના ગમે ? હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ નાના બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને કોઈપણ તેનું ફેન બની જાય.

Image Source

આ વાયરલ વિડીયોની અંદર એક બાળક વાળ કપાવી રહ્યો છે. આ બાળક પણ બીજા બાળકોની જેમ રડતા રડતા વાળ કપાવે છે. પરંતુ રડવાની સાથે સાથે તે નાઈને ધમકીઓ પણ આપી રહ્યો છે. અને તેના ચહેરા ઉપર ક્યુટનેસ ભરેલો ગુસ્સો પણ દેખાઈ રહ્યો છે.

આ બાળક જ્યારે ખુરશી ઉપર વાળ કપાવવા માટે બેઠું અને નાઈએ તેના વાળ કાપવા માટે વાળ પકડ્યા કે તરત તે બાળક જોરથી બોલવા લાગ્યો: “અરે શું કરી રહ્યો છે? બધા જ વાળ કાપી નાખીશ?”

જયારે નાઈએ તેને શાંત કરાવવા માટે પૂછ્યું કે તારું નામ શું છે? ત્યારે તે બાળક કહી રહ્યો છે કે: “મારુ નામ અનુશ્રીત છે અને અનુશ્રીત વાળ કપાવવા નથી ઈચ્છતો.”

સાથે જ તે બાળક વધારે ગુસ્સે થતા જ નાઈને ધમકી આપતા બોલી ઉઠે છે કે: “હું બહુ જ ગુસ્સામાં છું. તારા પણ બધા જ વાળ કાપી નાખીશ.”

આ વિડીયોને અનુશ્રીતના પિતાએ પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે. સાથે જ લખ્યું છે: “મારો દીકરો અનુશ્રીત. દરેક માતા-પિતા માટે આ એક સંઘર્ષ છે.” આ વિડીયોને 22 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. અને અત્યાર સુધી લાખો લોકોએ આ વિડીયોને નિહાળી પણ લીધો છે.