ખબર

નાઈને ધમકી આપતા ક્યૂટ બાળકનો બીજો વીડિયો પણ થઇ રહ્યો છે વાયરલ, ખરેખર આ બાળકે તો બધાનું દિલ જીતી લીધું.

સોશિયલ મીડિયાની અંદર ઘણા વિડીયો વાયરલ થતા હોય છે. અને તેમાં પણ નાના બાળકોની ક્યુટનેસના વિડીયો જોવાના કોને ના ગમે ? થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયામાં એક એવા જ નાના બાળકનો વિડીયો વાયરલ થઇ રહ્યો હતો જેને જોઈને ઘણા બધા લોકો તેના ચાહક બની ગયા હતા.

વાયરલ થયેલા એ વિડીયોની અંદર એક બાળક વાળ કપાવી રહ્યો હતો અને આ બાળક પણ બીજા બાળકોની જેમ રડતા રડતા વાળ કપાવતો હતો,  પરંતુ રડવાની સાથે સાથે તે નાઈને ધમકીઓ પણ આપી હતી અને તેના ચહેરા ઉપર ક્યુટનેસ ભરેલો ગુસ્સો જોઈને લાખો લોકો તેના ફેન બની ગયા હતા.

આ બાળક જ્યારે ખુરશી ઉપર વાળ કપાવવા માટે બેસે છે અને નાઈએ તેના વાળ કાપવા માટે વાળ પકડ્યા કે તરત તે બાળક જોરથી બોલે છે “અરે શું કરી રહ્યો છે? બધા જ વાળ કાપી નાખીશ?” આ લાઈન વિડીયો જોનારને ખુબ જ પસંદ આવી હતી, અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ પણ થઇ ગયો હતો. કેટલાય ન્યુઝ ચેનલ દ્વારા પણ આ બાળકનો વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો હતો.

હવે આજ બાળકનો એક બીજો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં ફરીવાર આ ક્યૂટ બાળકની ક્યુટનેસનો જાદુ છવાઈ રહ્યો છે. આ વિડીયો પણ તેના પપ્પાએ જ પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે. જેમાં તે વાળ કપાવ્યા બાદ કેવી રીતે રિએક્ટ કરે છે તે દેખાય છે.