આ નાનકડા ટેણીયાએ પપ્પાને કરી દીધી મમ્મીની એવી ફરિયાદ કે વીડિયો જોઇ હસી હસીને લોથપોથ થઇ જશો

જ્યાં એક બાજુ બાળકોના આવવાથી ઘર ખુશીઓથી ભરાઇ જાય છે, ત્યાં બીજી બાજુ જ્યાં એક તરફ બાળકોના આગમનથી ઘર ખુશીઓથી ભરાઈ જાય છે, તો બીજી તરફ બાળકોના પેરેન્ટ્સને પણ તેમની નોટંકીયોનો સામનો કરવો પડે છે. આવું જ કંઈક હાલમાં એક વીડિયોમાં જોવા મળ્યુ છે. સોશિયલ મીડિયા પર નાના બાળકોને લગતા અનેક વીડિયો વાયરલ થાય છે.

જેમાંના કેટલાક અચરજ પમાડે તેવા હોય છે તો કેટલાક ફની હોય છે. હાલમાં એક બાળકનો એવો વીડિયો વાયરલ થયો છે, જે જોઇને ચોક્કસથી તમે તમારી હસી નહિ રોકી શકો.આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક બાળક તેના પપ્પાને ફોન કરે છે અને પપ્પાના ફોન ઉપાડતા તે રડવા લાગે છે. આ પછી તે તેના પપ્પાને મમ્મીની એવી ફરિયાદો કરવા લાગ્યો કે તમે પણ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો. રડતા રડતા આ બાળક તેના પિતાના કાન ભરવા લાગ્યો.

કહ્યું કે પપ્પા મમ્મીએ મારો દાંત તોડી નાખ્યો છે. વારંવાર એક જ વાતનું પુનરાવર્તન કરતાં બાળકે વધુમાં જણાવ્યું કે લોહી પણ નીકળ્યું હતું.ઘણા યુઝર્સે આ વિડિયો જોયા બાદ કોમેન્ટ સેક્શનમાં હસતા ઇમોજીસ પણ પોસ્ટ કર્યા છે.આ બાળકના મોટા મોટા આંસુ જોઈને બધા ચોંકી ગયા હતા. આ વીડિયોએ ઘણા લોકોનું મનોરંજન કર્યું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 8 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 50 હજારથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે.બાળકોની આ પ્રકારની કરતૂતોનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે. આ ટેણીયાનો વીડિયો જોઇ એવું ચોક્કસથી કહી શકાય કે, નોટંકીમાં બાળકોને કોઈ હરાવી શકતુ નથી.

Shah Jina