બ્રેકીંગ: કોરોના મુદ્દે નરેન્દ્ર મોદી આવ્યા એક્શનમાં, ધડાધડ લીધો આ મોટો નિર્ણય

સમગ્ર દેશની અંદર કોરોના વાયરસ મોટી ચિંતાનો વિષય બન્યો છે, કોરોનાના કારણે લખો લોકો સંક્રમિત થઇ રહ્યા છે તો હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે. આ દરમિયાન હોસ્પિટલમાં પણ સારવાર માટે બેડ ખાલી નથી, તો ઓક્સિજનની પણ ખોટ પડી રહી છે, ત્યારે આ બાબતે પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવી ગયા છે.

પીએમ મોદીએ ઓક્સિજન અને ઓક્સિજન સાથે જોડાયેલા ઉપકરણોની આપૂર્તિ વધારવાના ઉપાયો ઉપર ચર્ચા કરવા માટે એક હાઇલેવલ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવ્યો છે કે ઓક્સિજન અને ઓક્સિજન સંબંધી ઉપકરણો ઉપર મૂળ સીમા શુલ્ક અને સ્વાસ્થ્ય ઉપકર હટાવવામાં આવશે.

આ બેઠકની અંદર પીએમ મોદીએ એ વાત ઉપર પણ જોર આપ્યું કે ઓક્સિજનની આપૂર્તિ વધારવાની સાથે સાથે હોસ્પિટલો અને હોસ્પિટલમાં દર્દીઓની દેખરેખ કરવા માટે જરૂરી ઉપકરણોની પણ તાત્કાલિક આવશ્યકતા છે.

આ બેઠક બાદ કેન્દ્ર સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે સરકારે કોવિડ-19ની  રસીની આયાત ઉપર લાગવા વાળા મૂળ સીમા શુલ્કને તાત્કાલિક પ્રભાવથી હટાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય આગળના ત્રણ મહિના સુધી પ્રભાવી રહેશે.

Niraj Patel