ખબર

કોઈપણ રેસ્ટોરન્ટના રસોડામાં ગ્રાહક હવે વિના વિઘ્ને જઈ શકશે, કિચન ચેક કરી શકશે! સરકારે કર્યો મહત્વનો આદેશ

છેલ્લા ઘણા સમયથી અમદાવાદના નામી રેસ્ટોરન્ટમાં જમવામાં વંદા અને જીવાત આવવાની ઘટનાથી લોકોમાં ઘણો જ મોટો રોષ જોવા મળ્યો હતો. તહેવારોની મોસમ હોય લોકો બહાર ખાણી-પીણી માટે જતા ત્યાં નામી ફૂડ આઉટલેટ ઉપર પણ આ પ્રકારની બાબત બનતા લોકો સ્વાસ્થ્ય માટે ચિંતાતુર હતા.

Image Source

હોટેલના રસોડાની સ્વચ્છતા અને હાઈજેનીક ફૂડને લઈને સામાન્ય માણસ પણ અસમંજસમાં હતો. હોટેલના બંધ રસોડાની અંદર શું બનીને આવે છે તે ખાનાર ગ્રાહકને ખબર નહોતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા એક નવો કાયદો લાવી અને ગ્રાહકોની આ ચિંતાને દૂર કરી દેવામાં આવી છે.

Image Source

“નો એન્ટ્રી વિધાઉટ પરમિશન” જેવા પાટિયાં રસોડા પરથી ઉતારી લેવા ગુજરાત સરકારે આદેશ આપ્યો!
ગ્રાહકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી રેસ્ટોરાંઓની માઠી બેસશે, રૂપાણી સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગઈકાલે એક પરિપત્ર જારી કરાયો છે, જે મુજબ સામાન્યથી લઈને સેવનસ્ટાર હોટેલના રેસ્ટોરાંમાં પણ ગ્રાહકને કિચનમાં જતાં રોકી નહિ શકાય.

Image Source

કોઈપણ ગ્રાહક રેસ્ટોરાં ચાલુ હોય ત્યારે બેધડક તેનાં રસોડાંમાં સ્વચ્છતા, હાઇજિન અને ખોરાકની ગુણવત્તા અંગે જાતતપાસ કરી શકશે. ગ્રાહકની અને વિશાળ જનહિતની તરફેણમાં આવેલાં આ નિર્ણયની હકારાત્મક અસર આ ઇન્ડસ્ટ્રી પર થશે એ નક્કી છે.

Image Source

પરિપત્ર મુજબ દરેક રેસ્ટોરાંમાં ફરજીયાત કાચનાં દરવાજા પણ મુકવાના રહેશે, જેથી બહારથી પણ ગ્રાહકો જે-તે રેસ્ટોરાંનું રસોડું જોઈ શકે. આ પરિપત્રમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓના સંબંધિત અધિકારીઓને રેસ્ટોરાંમાં જઇને રસોડા પર લાગેલાં “નો એન્ટ્રી”નાં અને “એન્ટ્રી વિથ પરમિશન ઓન્લી”ના પાટિયાં ઉતરાવી લેવા આદેશ થયો છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.