રાજકોટમાં યુવતીએ કર્ફયુ દરમિયાન ખુલ્લેઆમ કર્યું એવું કામ કે વીડિયો થયો વાયરલ, પોલીસ હવે કરશે આ કામ, જુઓ વીડિયો

સમગ્ર દેશમાં કોરોનાની મહામારી ફેલાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનો કહેર લોકો માટે મુશ્કેલી રૂપ બન્યો છે. આ સમયે સરકાર દ્વારા ઘણા શહેરોમાં રાત્રી કર્ફયુ પણ લાદી દેવામાં આવ્યા છે.

પરંતુ આ રાત્રી કર્ફયુમાં પણ ઘણા લોકો બહાર નીકળે છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં જોવા મળ્યો હતો. જ્યાં એક યુવતીએ કર્ફયુ દરમિયાન એવું કામ કર્યું કે પોલીસને પણ હવે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી પડશે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન મહિલા કોલેજ ચોક અંડરબ્રિજ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નજીક એક યુવતીએ પોતાનો ડાન્સિંગ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હોવાનું સામે આવ્યું છે.

જોકે આ વીડિયો વાયરલ થતા અને પોલીસના ડરથી ગણતરીની કલાકોમાં જ યુવતીએ સોશિયલ મીડિયામાંથી આ વીડિયો ડિલીટ કરી દીધો હતો. વીડિયો વાયરલ થવા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી લાલ રંગની ટીશર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરી અને હિલા કોલેજ ચોક અંડરબ્રિજ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નજીક ડાન્સ કરી રહી છે. તેને ચહેરા ઉપર માસ્ક પણ પહેર્યું છે. પરંતુ આ રીતે જાહેરમાં ડાન્સ કરી અને તેને કર્ફયુના નિયમનો ભંગ કર્યો હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જુઓ વીડિયો..

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel