ખબર

હવે અહીંયા પણ લાગ્યું 14 દિવસનું કડક કર્ફ્યુની જાહેરાત, નાઈટ કર્ફ્યુથી કંઈ વળ્યું નહીં

આંધ્રપ્રદેશ સરકારે કોરોનના વધતા કેસને ધ્યાને રાખી 5 મેથી બે સપ્તાહ સુધી રાજયભરમાં આંશિક કર્ફયુ લગાવવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશમાં 14 દિવસ માટે બપોરે 12થી સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન જેવા પ્રતિબંધો રહેશે.

આંધ્રના મુખ્યમંત્રી વાય.એસ.જગન મોહન રેડ્ડીએ બોલવેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. આંધ્રમાં રાતના 10 થી સવારના 5 સુધી તો નાઈટ કર્ફ્યુ અમલી જ છે. પરંતુ તેમ છતાં પણ કોરોના કાબૂમાં ન આવતા મુખ્યમંત્રીએ વધારે કડક પ્રતિબંધો લાગુ પાડવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં હવે સવારના 6 થી બપોરના 12 સુધી જ દુકાનો ખુલ્લી રાખી શકાશે. ત્યાર બાદ કર્ફ્યુ લાગુ પડશે. જો કે જરુરી સેવાઓને છૂટ આપવામાં આવી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસમાં આંશિક રાહત જોવા મળી છે.

છેલ્લા 24 કલાકમાં 3.68 લાખ નવા કેસ નોંધાયા છે તો મોતના આંકમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 3421 લોકોએ જીવ ગુમાવ્યો છે. સાથે દેશમાં કુલ 2 લાખ 18 હજાર 945 લોકોના મોત થઈ ચૂક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરના 1 લાખ 43 હજાર 178 એક્ટિવ કેસ છે. રાજયમાં એક દિવસની અંદર કોરોનાને કારણે 83 દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. અહીં અત્યાર સુધીમાં 11 લાખ 45 હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને 8,136 લોકો મોતને ભેટ્યા છે.