ખબર

નીતિન પટેલની મોટી જાહેરાત:અમદાવાદમાં કાલથી દિવસનો કર્ફ્યૂ હટી જશે? જાણો જવાબ

શું ખરેખર ફરીથી લંબાઈ જશે કરફ્યૂ? DyCM નીતિન પટેલે હમણાં જ ખુલાસો કર્યો છે. કોરોનાનું પ્રચંડ રૂપ જોઈને આખો દેશ ભયભીત થઇ ગયો છે. કહેવાય છે એક આ કોવિડની બીજી વેવ્સ છે. ગુજરાતના આ 4 શહેરોમાં કરફ્યૂના નામે લોકડાઉનના ભણકારા વાગી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આપણા રાજ્યમાં કોવિડે ફરી એક વાર ઉથલો માર્યો છે. જેને લઇને તંત્ર દોડતું થયું છે ગઈકાલે એટલે કે શનિવારે 24 કલાકમાં 1515 કેસ નોંધાયા હતા જે ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે.

ડેપ્યુટી સીએમે જણાવ્યું કે અમદાવાદમાં વિકેન્ડ શનિ-રવિની રજાઓ હતી અને લોકો બહુ ભેગા ન થાય, તહેવારોમાં થયેલા સંક્રમણમાં વધારો ન થાય એટલા માટે અમદાવાદમાં દિવસનો કર્ફ્યૂ કરેલો છે, તે આવતી કાલે એટલે કે સોમવારે સવારે પૂરો થાય છે. 4 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ રહેવાનો છે. દિવસનો કર્ફ્યૂ અમદાવાદ એકલામાં હતો જે આવતીકાલે પૂર્ણ થવાનો છે. કાલે સવારથી અમદાવાદનું દિવસનું જનજીવન પુનઃ ધબકતું થઇ જવાનું છે. ફરી પાછો રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કર્ફ્યૂ અમલ થવાનો છે, જેનો અમલ ચાર મહાનગરોમાં બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી રહેવાનો છે.

Image source

ડેપ્યુટી CM નીતિન પટેલે સ્પષ્ટતા કરતા કહ્યું હતુ કે, સરકાર કોવિડ ૧૯ ના આંકડા છૂપાવી નથી રહી. આંકડાઓ પારદર્શક રીતે જાહેર કરાઈ રહ્યા છે.કોવિડની વેક્સિન ટૂંક સમયમાં આવી રહી છે. બધા લોકો સુધી વેક્સિન પહોંચે તે સરકારની પ્રાથમિકતા છે. કોરોના સંપૂર્ણ નાબૂદ ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી જરૂરી છે.

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એમ ચાર શહેરમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ રહેશે.