ખબર

બ્રેકીંગ: અહીંયા આજે રાતે 10 વાગ્યાથી 26 એપ્રિલ સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન, જાણો વિગત

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે, દિલ્હીમાં આજે રાતે 10 વાગ્યાથી 26 તારીખે સવારે 6 વાગ્યા સુધીમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં કોરોના સંકટના કારણે સ્થિતિ હવે બેકાબૂ બની ગઈ છે. દિલ્હીમાં અનેક હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે, દર્દીઓને ઓક્સિજન પણ નથી મળી રહ્યું. આ જ કારણ છે કે દિલ્હીમાં હવે કડક નિર્ણય લેવા પડી રહ્યા છે.

દિલ્હીમાં કોરોના હવે રોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25462 નવા કેસ નોંધાયા છે. એટલે કે, દર કલાકે એક હજારથી વધુ સંક્રમિત થયા છે. એક દિવસમાં સૌથી વધુ ચેપ લાગવાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. એ જ રીતે, છેલ્લા 24 કલાકમાં 161 લોકોએ પણ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

કોરોનાના પ્રકોપ વચ્ચે DRDOએ દિલ્હીમાં સરદાર પટેલ કોવિડ હોસ્પિટલ બનાવી છે. હાલ ત્યાં શરૂઆતમાં 500 બેડ રાખવામાં આવ્યા છે જે પૈકીના 250 બેડ ભરાઈ પણ ગયા છે. અહીં ઓક્સિજન સપ્લાયની સાથે સાથે એર કંડિશનની સુવિધા પણ છે. બાદમાં બેડની સંખ્યા વધારીને 1,000 કરવામાં આવશે.

દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છો. હવે દૈનિક 2 લાખથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 2,73,810 નવા કોરોનાના કેસ નોંધાયા છે. તેની સાથે જ કુલ કેસોની સંખ્યા 1.5 કરોડ ઉપર જતી રહી છે. દેશમાં અત્યાર સુધી કુલ 1,50,61,919 કોરોના કેસ નોંધાઇ ચુક્યા છે. આ ઉપરાંત કોરોના દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,619 દર્દીને ભરખી ગયો છે. તેની સાથે જ મૃત્યુઆંક પણ 1,78,769એ પહોંચ્યો છે.