લટકતી ફાંદથી પરેશાન છો? રાત્રે સુતા પહેલા પીવો આ જ્યૂસ પછી જુવો કમાલ, જબરદસ્ત ફાયદો મળશે

0

આજના સમયમાં મોટાભાગના લોકો વધતા જઈ રહેલા શરીર,મોટાપો કે પેટની ચરબીને લીધે ચિંતિત થઇ ગયા છે.જેનાથી છુટકારો મેળવવા માટે તેઓ દરેક સંભવ ઉપાયો કરતા રહે છે.જેમ કે જીમ જાવું, યોગા કરવા, ડાઈટિંગ કરવું વગેરે. ઘણા લોકો મોટાપાથી છુટકારો મેળવવા માટે ઘણા પ્રકારની દવાઓ કે સર્જરીની પણ મદદ લેતા હોય છે.

Image Source

જો કે એ તો બધા જાણે જ છે કે થોડી ઘણી કસરત અને ખાસ પ્રકારના શાકભાજી-ફળ ખાઈને પણ મોટાપાને નિયંત્રણમાં લાવી શકાય છે,છતાં પણ લોકો મોટાભાગે એવા ઉપાયોની શોધમાં રહેતા હોય છે જેને અપનાવીને ઝડપથી અને મહેનત કર્યા વગર જ શરીરની ચરબીને ઘટાડી શકાય.આજે અમે તમને એક એવા જ ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી મોટાપો ઓછો કરી શકાય છે અને સાથે જ તે ગરમીના દિવસોમાં તમને ઠંડકની પણ અનુભૂતિ કરાવે છે. અમે વાત કરી રહ્યા છીએ ‘કાકડી’ની.આવો તો તમને જણાવીએ વજન ઘટાડવા માટે કાકડી કઈ રીતે ઉપીયોગી છે?

Image Source

સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે કાકડીમાં 14 કેલેરી હોય છે જે રોજની જરૂરિયાતના હિસાબે માત્ર એક ટકા જ છે. આ સિવાય કાકડીમાં ઝીરો ફેટ હોય છે એટલે કે તમે જેટલી મરજી હોય તેટલી માત્રામાં કાકડીને ખાઈ શકો છો અને તેનાથી વજન વધવાની પણ કોઈ ચિંતા નહિ રહે. ખાસ કરીને વધતા જઈ રહેલા પેટને નિયંત્રણમાં રાખવા માટે કાકડી ખુબ જ ફાયદેમંદ છે.તમે કાકડીને સલાડ,સૂપ,રાયતા કે સ્મૂદી સ્વરૂપે પણ તમારા રોજના ભોજનમાં શામિલ કરી શકો છો.

Image Source

જો તમે ઇચ્છતા હોવ કે તમારું વજન જલ્દી જ નિયંત્રણમાં આવી જાય તો કાકડીનું જ્યુસ તમને જલ્દી જ ફાયદો આપે છે. જ્યૂસને રાતે સુતા પહેલા પીવાથી ચરબી જલ્દી નિયંત્રણમાં આવી શકે છે.

1.કાકડીનું જ્યુસ:
કાકડીના ટુકડાઓને લીંબુના રસ,લીલા ધાણા,એલોવેરા,આદુ અને પાણીની સાથે પીસી લો. બને ત્યાં સુધી જ્યૂસને રાતે સુવાના સમયે કે પછી સવારે ખાલી પેટ પણ પી શકાય છે. જેનાથી વજન પણ નિયંત્રણમાં રહેશે અને તમે આખો દિવસ તાજગીનો અનુભવ કરશો.

Image Source

2.કાકડીની સ્મૂદી:
જો તમને કાકડીનું જ્યુસ પસંદ નથી તો તમે કાકડીની સ્મૂદી પણ બનાવી શકો છો. તેના માટે કાકડીને લીલા સફરજન, લીંબુના રસ અને ફોદીનાની સાથે બ્લેન્ડ કરી લો અને તેમાં બરફના ટુકડા મિક્સ કરીને ઠંડી ઠંડી સ્મૂદીની મજા લઇ શકો છો અને તમારું વજન પણ કંટ્રોલમાં રહેશે.આ સિવાય તમે તમારી પસંદગીના અનુસાર પણ ફ્રૂટને શામિલ કરી શકો છો.

Image Source

3.કાકડીનું સલાડ:
આ સિવાય તમે કાકડીને સલાડના સ્વરૂપે પણ ખાઈ શકો છો કે રોજના ભોજનમાં પણ શામિલ કરી શકો છો. કાકડીને સલાડ રૂપે ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે અને મોટાપો પણ ઓછો થાતો જણાશે.

Image Source

4:કાકડીનું રાયતું:
કાકડીને સારી રીતે બ્લેન્ડ કરીને દહીં સાથે મિક્સ કરી લઈ તેમાં મીઠું અને તીખા પાઉડર મિક્સ કરો. આ સિવાય સ્વાદ માટે તમે તેમાં કાપેલી ડુંગળી,ટમેટા,ધાણા પણ મિક્સ કરી શકો છો.

Image Source

જણાવી દઈએ કે કાકડીમાં રહેલા તત્વો તમારા શરીરના મેટાબોલિઝમ્સને ગતિ આપશે જે મોટાપો કે પેટની ચરબીને ઓછું કરવા માટે મદદરૂપ છે.રોજ કાકડીને આવી રીતે અલગ અલગ રીતે ખાવાથી જલ્દી જ વજન નિયંત્રણમાં આવી જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here