ખબર

મોડાસાની દીકરી સાથે થેયેલા દુષ્કર્મ અને હત્યાના મામલે, અભિનેતા રિતેશ દેશમુખે ટ્વીટ કરી ન્યાયની માંગણી કરી, વાંચો સમગ્ર મામલો

થોડા સમય પહેલા જ હૈદરાબાદમાં ડોક્ટર પ્રિયંકા રેડ્ડી સાથે થયેલા દુષ્કર્મના આરોપીઓને એન્કાઉન્ટરમાં ઠાર મારી દેવામાં આવ્યા હતા ત્યારે આખો દેશ ખુશ ખુશાલ હતો, ખોટું કામ કરનારાના હૃદયમાં ડર જન્મ્યો હતો, નિર્ભયા કેસના આરોપીઓને પણ બે દિવસ પહેલા જ ફાંસીની સજા મંજુર થઈ જેના બાદ નિર્ભયાની માટે પણ કહ્યું કે “આ સજાથી દેશમાં લોકોના મનમાં ડર જાગશે” પરંતુ એવું કઈ જોવા મળ્યું નહીં.

ગુજરાતના મોડાસામાં જ એક દીકરી છેલ્લા 5 દિવસથી લાપતા હતી. પાંચ દિવસ બાદ જયારે તેની લાશ એક ઝાડ ઉપર લટકતી જોવા મળી ત્યારે પરિવારમાં એક દુઃખની લાગણી જન્મી હતી, 19 વર્ષની તે યુવતી સાથે પાંચ દિવસ સુધી 4 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું, એટલાથી પણ પેટ ના ભરાતા એ હેવાનોએ એ દીકરીની હત્યા કરી તેને ઝાડ સાથે લટકાવી દીધી હતી.

શરૂઆતમાં પોલીસે આ મામલે કોઈ ફરિયાદ ના નોંધતા હોબાળો મચ્યો હતો, જેના બાદ પોલીસે ગંભીર થઇ અપહરણ, દુષ્કર્મ, હત્યા અને એટ્રોસિટી એક્ટ મુજબ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશને ગુનો નોંધી તપાસ એસટી એસસી સેલને સોંપી હતી.

આ સમગ્ર મુદ્દે અભિનેતા રિતેશ દેશમુખે પણ ટ્વીટ કરીને મોડાસાની આ યુવતીને ન્યાય મળે તે માટે અપીલ કરી હતી. રિતેશે ટ્વીટ કરીને જણાવ્યું હતું: “19 વર્ષીય યુવતીનું અપહરણ, ગેંગ રેપ, મર્ડર અને ઝાડ પર લટકાવી દીધી. તે કયા ધર્મની હતી તે ભૂલી જાવ. તેની જ્ઞાતિ પણ ભૂલી જાવ. માત્ર એટલું યાદ રાખો કે તે એક યુવાન છોકરી હતી તેની આખી જિંદગી માટે સપના અને આકાંક્ષાઓ હતી. ગુનેગારોને જાહેરમાં ફાંસી આપો.”