સીટી સ્કેનમાં દર્દીના પગમાં જોવા મળ્યુ કંઇક એવું કે હેરાન રહી ગયા ડોક્ટર, ફોટો વાયરલ થતા જ મચી ગયો ખળભળાટ

એક ડોક્ટરે તેના એક દર્દીના પગનું સીટી સ્કેન સોશિયલ મીડિયા પર શેર કર્યું, જે પછી તે વાયરલ થઈ ગયું. આ ફોટો જોઈને લોકો પરેશાન થઈ ગયા. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા હેલ્થ જેક્સનવિલેના ડો.સેમ ગાલીએ એક ચોંકાવનારો ફોટો શેર કર્યો. તેમણે તેને અત્યાર સુધીનું સૌથી વિચિત્ર સીટી સ્કેન ગણાવ્યું. ફોટોમાં દેખાઈ રહ્યું છે કે દર્દીના પગમાં સફેદ રંગના જંતુ જેવી વસ્તુઓ દેખાઈ રહી છે. વાસ્તવમાં આ પરોપજીવીઓ છે, જે કોઈ અન્ય જીવંત વસ્તુ પર આધાર રાખે છે.

જો કે, દર્દીના પગને જોયા બાદ મામલો શું છે તે કોઈ સમજી શક્યું ન હતું. આ પછી, ડૉક્ટરે પોતે કહ્યું કે માણસના પગમાં શું ખોટું છે. ડૉક્ટરે કહ્યું કે દર્દીને ‘ટેનિયા સોલિયમ’ કે સિસ્ટીસકોર્સિસ છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સિસ્ટીસકોર્સિસ શું છે ? ડોક્ટરના જણાવ્યા અનુસાર, સિસ્ટીસકોર્સિસ એ પોર્ક ટેપવોર્મને કારણે થવાવાળું એક ગંભીર સંક્રમણ છે, જ્યાં પોર્ક ટેપવોર્મના લાર્વા મસ્તિષ્ક અને માંસપેશિયો સહિત કોશિકાઓના સમૂહ સુધી પહોંચી જાય છે, જેના કારણે વ્યક્તિ ગંભીર રીતે બીમાર થઈ શકે છે. ડોક્ટર અનુસાર, આનાથી ત્વચા નીચે ગાંઠ, માથાનો દુખાવો પણ થઈ શકે છે.

ક્યારેક આ ચેપ મગજ અથવા કરોડરજ્જુ સુધી પહોંચે છે. આ સંક્રમણ કાચુ પાક્કુ ડુક્કરનું માંસ ખાવાથી ઝડપથી ફેલાય છે. ડુક્કરનું માંસ ખાવાથી મનુષ્યને ટી.સોલિયમનો ચેપ લાગે છે. ડોક્ટરે જણાવ્યું કે એવો અંદાજ છે કે વિશ્વભરમાં દર વર્ષે લગભગ 50 મિલિયન લોકો સિસ્ટીસકોર્સિસથી સંક્રમિત થાય છે અને લગભગ 50,000 મૃત્યુ પામે છે. આવા ચેપ સામાન્ય રીતે સીટી સ્કેન પર સફેદ ધબ્બાઓના રૂપમાં દેખાય છે. તેમણે એમ પણ કહ્યું કે આ વાર્તામાંથી બોધપાઠ એ છે કે સ્વચ્છતા જાળવવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો, હંમેશા તમારા હાથ ધોવા અને કાચું કે ઓછું રાંધેલું ડુક્કરનું માંસ ક્યારેય ન ખાવું.

Shah Jina