મુસ્લિમ છોકરીની ખૂબસુરતી પર ક્લીન બોલ્ડ થઇ ગયો હતો CSKનો આ ક્રિકેટર, લવસ્ટોરી છે એકદમ રોમેન્ટિક

અંજુમ ખાનના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઇ ગયો CSK ઓલરાઉન્ડર શિવમ દુબે, ખૂબ વાયરલ થઇ હતી નિકાહની તસવીરો

RCB સામે પોતાની તોફાની બેટિંગથી હેડલાઈન્સ મેળવનાર શિવમ દુબેની લવ સ્ટોરી અદ્ભુત છે. તેણે ફિલ્મી સ્ટાઈલમાં લગ્ન પણ કર્યા. તેણે તેની લોન્ગ ટાઇમ મુસ્લિમ ગર્લફ્રેન્ડ અંજુમ ખાન સાથે લગ્ન કર્યા જે ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તેણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. અંજુમ ખાનને મોડલિંગ અને એક્ટિંગ ખૂબ જ પસંદ છે.

તેણે હિન્દી સિરિયલોમાં કામ પણ કર્યું છે, પરંતુ તેની સાથે જ તેણે એક મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું. શિવમ અને અંજુમે હિંદુ અને મુસ્લિમ બંને રીત રિવાજો અનુસાર લગ્ન કર્યા હતા, જેની તસવીરો પણ બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. શિવમ અને અંજુમ અલગ-અલગ ધર્મના હોવાને કારણે લોકોએ તેમના લગ્ન સામે વાંધો ઉઠાવ્યો હતો અને બંનેની આકરી ટીકા કરી હતી.

પરંતુ બંનેના પરિવારજનોએ એકબીજાને સ્વીકારી લીધા જેના કારણે શિવમ અને અંજુમ એકબીજા સાથે ખુશીથી જીવન જીવી રહ્યા છે. શિવમ દુબે અને અંજુમ ખાન ફેબ્રુઆરી 2022માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા. આ સુંદર દંપતીને એક દીકરો છે. શિવમ દુબે અને અંજુમ ખાને લગ્ન પહેલા વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા અને પોતાની લવ સ્ટોરી બધાથી છુપાવી રાખી હતી.

શિવમ દુબે અને તેની પત્ની અંજુમ ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. બંને પોત પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંગત જીવન સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. જણાવી દઈએ કે શિવમ દુબેએ મુંબઈથી અભ્યાસ કર્યો. અહીંથી જ તેણે ક્રિકેટની શરૂઆત કરી હતી.

શિવમ અને અંજુમે વર્ષોથી એકબીજાને ડેટ કર્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. બંને 16 જુલાઈ 2021ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઉલ્લેખનીય છે કે, શિવમ ટીમ ઈન્ડિયા માટે ODI અને T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. શિવમે નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો.

જો કે આ દિવસોમાં તે ભારતીય ટીમની બહાર ચાલી રહ્યો છે. શિવમ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં કુલ 1 ODI અને 13 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે. તેણે આઈપીએલની 30થી વધુ મેચો પણ રમી છે. આ સિઝનમાં તેના બેટથી ઘણી મોટી ઇનિંગ્સ જોવા મળી છે.

Shah Jina