હજુ કોરોના ખતમ નથી થયો, શું દેશમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર ? CSIR દ્વારા ત્રીજી લહેરને લઈને આપવામાં આવી મોટી ચેતવણી

છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી ફેલાયેલા કોરોના વાયરસના કહેરથી આખી દુનિયા ઝઝૂમી રહી હતી. ત્યારે હાલમાં લોકો થોડી રાહત અનુભવી રહ્યા છે ત્યારે આ દરમિયાન જ CSIR દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને હજુ પણ કોરોના વધુ ઘાતક બની શકે છે એમ જણાવવામાં આવ્યું છે.

Image Source

વિજ્ઞાનિક તથા ઔદ્યોગિક અનુસંધાન પરિસદ (CSIR)ના મહાનિર્દેશક શેખર સી માંડેએ રવિવારે ચેતવણી આપી હતી કે કોવિડ-19 સંકટ હજુ સુધી સમાપ્ત નથી થયો અને જો મહામારીની ત્રીજી લહેર આવે છે તો તેના ખુબ જ ગંભીર પરિણામ પણ આવશે.

તેમને જણાવ્યું કે હાલની સ્થિતિમાં બહાર નીકળવા માટે સંસ્થાઓમાં સતત સહયોગની સાથે જ જળવાયું પરિવર્તન અને જીવાશ્મ ઇંધણ ઉપર અતિ નિર્ભરતા પેદા થવા વાળી સંકટપૂર્ણ સ્થિતિઓને ટાળવાની પણ આવશ્યકતા છે. આવી સંકટપૂર્ણ સ્થિતિના કારણે સમગ્ર માનવજાતને ખતરો પેદા થઇ શકે છે.

Image Source

માંડે રાજીવ ગાંધી સેન્ટર ફોર બાયોટેક્નોલોજી દ્વારા આયોજિત એક ડીઝીટલ કાર્યક્રમને સંબધિત કરી રહ્યા હતા. આ ક્રાયક્રમનો વિષય કોવિડ-19 અને ભારતની પ્રતિક્રિયા હતો. તેમને સ્પષ્ટ કર્યું કે ભારત હજુ સામુદાયિક પ્રતિરોધક ક્ષમતા મેળવવાથી દૂર છે અને એવામાં લોકોને વાયરસના સંક્રમણથી બચવા માટે માસ્ક પહેરવું જોઈએ. આ ઉપરાંત લોકોને સામાજિક દૂર અને હાથની સફાઈ જેવા ઉપયોગોનું પાલન પણ કરતું રહેવું જોઈએ.

તેમને આત્મસંતુષ્ઠિના ભાવને લઈને લોકો અને વૈજ્ઞાનિક સમુદાયને ચેતવણી આપતા કહ્યું કે જો મહામારીની ત્રીજી લહેર આવે છે તો તે ચુનોતી પણ ઘણી જ વધારે ખતરનાક હશે જનો અત્યાર સુધી દેશે સામનો કર્યો છે.

Image Source

આરજીસીબી નિર્દેશક ચન્દ્રભાષ નારાયણે ડીઝીટલ કાર્યક્રમનું સંચાલન કર્યું. માંડેએ વૈજ્ઞાનિક સમુદાયોના સવાલોના જવાબો આપતા આશા જતાવી કે કોવિડ-19 રસી કોરોના વાયરસના વિભિન્ન સ્વરૂપો વિરુદ્ધ પ્રભાવી હશે.

 

 

Niraj Patel