જ્ઞાન-જાણવા જેવું

ક્ષણવારમાં રડી પડતાં લોકોમાં હોય છે આ જોરદાર ખાસીયતો…આજે જાણો કઈંક નવું

ભાવનાઓ દરેક કોઈનામાં રહેલી હોય છે,જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વાતથી ખુશ થાય છે ત્યારે તે હસે છે અને દુઃખ આવવા પર રોવે છે. જો કે વધારે પડતી ખુશી મળવા પર પણ રોવું આવતું હોય છે જેને ખુશીના આંસુ કહેવામાં આવે છે. જો કે વાત વાત પર રડતા લોકોને કમજોર સમજવામાં આવે છે.પણ રિર્સચમાં એ વાત સામે આવી છે કે વાસ્તવમાં રડવાના ઘણા ફાયદાઓ છે અને વાત વાત પર રોનારા લોકો બાકીના લોકોની તુલનામાં ખુબ જ ખાસ હોય છે. આવો તો તમને જણાવીએ કે વારંવાર રડતા લોકોમાં કઈ બાબતો ખાસ હોય છે.

Image Source

1. વાત-વાત પર રોનારા લોકોની ખાસિયત:
વાત વાત પર રોનારા વ્યક્તિઓને ભૂલથી પણ કમજોર સમજવા જોઈએ નહિ. આવા લોકો કમજોર નહિ પણ અંદરથી ખુબ મજબૂત હોય છે.કોઈપણ સમસ્યા હોય પણ તેમાં પોતાને જ સંભાળવું ખુબ જરૂરી છે. રડવાનો અર્થ એ નથી હોતો કે તે કમજોર છે પણ રડવાથી તે પોતાને સારા અને મજબૂત અનુભવી શકે છે.

Image Source

2.તણાવથી રહે છે દૂર:
રડવું તણાવથી મુક્તિ મેળવવા માટેનો એક સારો વિકલ્પ છે.જો તણાવ વધી જાવા પર પણ તમે રોતા નથી અને રડવાને રોકી રહ્યા છો તો તમારામાં નકારાત્મકતા વધી શકે છે જેનાથી હૃદયની બીમારી,ડાયાબિટીસ,હાયપર ટેંશન વગેરે જેવી બીમારીઓ લાગુ પડી શકે છે.મહિલાઓની સરખામણીમાં પુરુષો ખુબ ઓછી માત્રામાં રોતા હોય છે જેને લીધે તેઓની કરુણતા મનમાં જ રહી જાય છે જેને લીધે પુરુષોની અંદર હૃદયના હુમલાનો આંકડો વધારે જોવા મળેલો છે.માટે રડી લેવું તણાવને મુક્ત કરે છે અને લોકોને સ્વાસ્થ્યમંદ રાખે છે. તણાવની સ્થિતિમાં રડવું એક ઔષધિની જેમ કામ કરે છે.

Image Source

3.લોકો શું વિચારશે?:
મોટાભાગે લોકોને એ બીક રહેતી હોય છે કે લોકોની સામે રોવાથી તેઓ શું વિચારશે? ખાસ કરીને જે પુરુષો રડે છે તેઓને કમજોર દિલના કહેવામાં આવે છે. એવામાં જો કોઈ પુરુષ બીજાઓની સામે રોવા લાગે છે તો તેનો અર્થ એ નથી કે તેઓ કમજોર હૃદયના છે પણ તેનો અર્થ એ છે કે તેઓ સમાજ દ્વારા થોપેલા નિયમોને બિલકુલ પણ નથી માનતા.એવામાં પુરુષ હોય કે મહિલા દરેકે રડીને પોતાના મનને હળવું કરી લેવું જોઈએ.

Image Source

4. ઈમોશનલ ઇન્ટેલિજન્સ હોય છે અન્ય લોકો કરતા બેસ્ટ:
ઈમોશનલ ઇન્ટેલિજેન્સ કે પછી ઈમોશનલ ક્વોશન્ટ જેને ઈક્યૂ(EQ) કહેવામાં આવે છે. જેમ કે જો તમે રડો છો તો તેનો અર્થ એ છે કે તમે ભવાનાઓની પરવાહ કરો છો અને તેને માન આપો છો,તેના સિવાય રોયા પછી તમારા મનનો દરેક ખરાબ કે પછી દબાયેલો ભાવ દૂર થઇ જાય છે. એ તો તમે પણ અનુભવ કર્યો હશે કે રડ્યા પછી મન એકદમ હળવું બની જાય છે અને મનને શાંતિ મળે છે.

Image Source

5.ઈમોશનલ વ્યક્તિ સારા મિત્ર સાબિત થાય છે:
જો કે તેમાં કોઈ શંકા નથી કે મિત્રતા નો સંબંધ ભાવનાઓ સાથે જોડાયેલો હોય છે. એવામાં ઘણીવાર લોકો પોતાના સંબંધને સાબિત કરવા માટે રડી લેતા હોય છે.જણાવી દઈએ કે ઈમોશનલ એટલે કે ભાવુક વ્યક્તિ એક સારા મિત્ર સાબિત થાય છે. અમુક લોકો એવા હોય છે કે તેઓ બીજાઓની સમસ્યાઓ જોઈને તેઓને સલાહ-સૂચન આપવા લાગતા હોય છે જ્યારે ભાવુક લોકો બીજાઓની સમસ્યાઓને ખુબ સારી રીતે સમજે છે અને તેઓની લાગણીઓની કદર પણ કરે છે.

Image Source

6.માનસિક રીતે હોય છે એકદમ મજબૂત:
વારંવાર અને વાત વાત પર રડી દેનારા લોકો માનસિક રીતે ખુબ મજબૂત હોય છે. કેમ કે તેઓ પોતાની લાગણીઓને છુપવવા નથી માગતા પણ તેઓ રડીને તેને અભિવ્યક્ત કરવા માગતા હોય છે.જે તેઓની માનસિક મજબૂતી માટે પૂરતું છે.

Image Source

7. નિર્મળ અને કોમળ મનના હોય છે:
અવારનવાર રડતા લોકો એકદમ સાફ હૃદયના હોય છે. તેઓના મનમાં કોઈપણ પ્રકારનો ખરાબ કે નકારાત્મક ભાવ નથી હોતો તેઓ કોઈપણ લોકો વિશે ખરાબ બોલતા નથી. આવા વ્યક્તિઓ દરેક વિશે સારું અને સાચું જ વિચારે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks